Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રાંધણગેસમાં વધારો :સબસિડી વગરનો ગેસ સિલેન્ડર 59 રૂપિયા અને સબસિડીવાળો 2.89 રૂપિયા થયો મોંઘો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા બાદ રાંઘણ ગેસના ભાવ વધ્યા

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા બાદ સીએનજીમાં પણ વધારો થયો છે.અને હવે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરાયો છે. આ સિવાય જેટ ફ્યુઅલ (એટીએફ)ના ડોમેસ્ટિક દરમાં 2650 રૂપિયા પ્રતિ કિલોમીટરના વધારાથી હવાઈ મુસાફરી માટે પણ ખિસ્સા હળવા કરવા પડશે નવી કિંમતો આજે મધરાતથી જ લાગુ કરાશે.

  સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયા વધી 502.4 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર 59 રૂપિયા મોંઘુ થયા છે.

 

(8:52 am IST)