Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચીની સેનાને પાછળ ધકેલી ભારતીય સૈનિકોએ કર્યો મહત્ત્વની પોસ્ટ પર કબજો

ભારતની સ્પેશલ ઓપરેશન્સ બટાલિયને પેન્ગોગ લેક પાસેની પહાડી પર એક અગત્યના કેમ્પ પર કબજો કરી લીધો

નવી દિલ્હી, તા.૧: વાસ્તવિક નિયંત્રણ રેખા  પર ભારત અને ચીનની વચ્ચે ફરી એકવાર સ્થિતિ ગંભીર થવાની દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારતીય સેના એ પીપલ્સ લિબરેશન આર્મી ને પાછળ ધકેલી વ્યૂહાત્મક રીતે અગત્યની એક પોસ્ટ પર કબજો કરી દીધી છે. નોંધનીય છે કે, ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે દક્ષિણ પેન્ગોગ લેકની પાસે PLA સૈનિકોએ યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ ચીનના ઈરાદાને નિષ્ફળ બનાવ્યો હતો. બીજી તરફ બ્રિટનના અખબાર 'ધ ટેલીગ્રાફ'માં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની એક સૈન્ય પોસ્ટ પર ભારતીય સેનાએ કબજો કરી લીધો છે.

રિપોર્ટ અનુસાર, PLAએ કથિત રીતે ભારતીય ક્ષેત્રમાં દ્યૂસીને કબજો કરવાનો પ્રયાસ કર્યો. ટેલીગ્રાફના રિપોર્ટમાં અધિકારિક સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ચીનની આ હરકતના જવાબમાં સ્પેશલ ઓપરેશન્સ બટાલિયને પેન્ગોગ લેકની પાસે સ્થિત પહાડી પર એક અગત્યના કેમ્પ પર કબજો કરી લીધો. અખબારના રિપોર્ટ મુજબ, ચુશુલ ગામની પાસે ચીની સેનાને પાછળ ધકેલી દીધી.

સૂત્રોએ દાવો કર્યો કે બંને દેશોની વચ્ચે સ્થિતિ વધુ તણાવપૂર્ણ થવાની આશંકા છે. નોંધનીય છે કે, બંને દેશોની વચ્ચે પહેલીવાર ગલવાન દ્યાટીમાં ૧૫ જૂને એક હિંસક દ્યર્ષણ થયું હતું જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયા હતા. ચીને પોતાના હતાહત થયેલા સૈનિકો વિશે કોઈ જાણકારી નહોતી આપી પરંતુ અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટ મુજબ ચીનના ૩૫ સૈનિક હતાહત થયા હતા. ભારત અને ચીનને છેલ્લા અઢી મહિનામાં અનેક સ્તરની સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત કરી છે પરંતુ પૂર્વ લદાખ મામલે કોઈ યોગ્ય સમાધાન નથી શોધી શકાયું.

સોમવારે ભારતીય સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે શું થયું હતું. ભારતીય સેના મુજબ શનિવારની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ એ વિસ્તારમાં દ્યૂસણખોરીનો પ્રયાસ કર્યો, જયાં પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ દરમિયાન યથાસ્થિતિ રાખવાની વાત કહેવામાં આવી હતી. ચીની સૈનિકોએ સમજૂતીનું ઉલ્લંદ્યન કરતાં હથિયારોની સાથે આ વિસ્તારમાં બળજબરીથી દ્યૂસવાનો પ્રયાસ કર્યો.

પેગોન્ગ લેક પાસેના દ્યર્ષણ બાદ મોટા તણાવની આશંકાભારતીય સેનાએ જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ પૈંગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ભ્ન્ખ્દ્ગક ગતિવિધિને રોકતાં તેમને પરત ધકેલી દીધા. તેઓએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદાને પહેલાથી જ સમજી ગઈ હતી અને આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઈરાદાઓને ધ્વસ્ત કરી દીધા.

(4:04 pm IST)