Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દેશમાં ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ, રેવન્યુ રર ટકાની ગતિથી વધી

એક ગેમર દર મહિને સરેરાશ રપ૦થી ૪૦૦ મીનીટ સ્પેન્ડ કરે છે

નવી દિલ્હી તા. ૧ :.. કોરોનાકાળ અને ત્યારબાદ લાગુ પાડવામાં આવેલા લોકડાઉનના કારણે ટીનેજર્સ અને યુવાઓ ઓનલાઇન ગેમિંગ તરફ આકર્ષાયા છે. આ અંગેના આંકડા ઘણા ચોંકાવનારા પણ છે. ગેમિંગ ઇન્ડસ્ટ્રીના આર્થિક પાસા પણ જોરદાર છે.

દેશમાં ઓનલાઇન ગેમિંગનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ઓલ ઇન્ડીયા ગેમિંગ વધી રહ્યો છે. ઓલ ઇન્ડીયા ગેમિંગ ફેડરેશનના જણાવ્યા મુજબ હજુ દેશમાં લગભગ ૩૦ કરોડ ઓનલાઇન ગેમર છે. રિપોટર્સની વાત માનીએ તો ર૦રર સુધી તેની સંખ્યા ૪૪ કરોડ સુધી પહોંચી શકે છે. ઓનલાઇન ગેમિંગનું રેવન્યુ પણ રર ટકાની ગતિથી વધી રહી છે. ર૦ર૩ સુધી રેવન્યુ ૧૧,૪૦૦ કરોડ રૂપિયા સુધી વધવાનું અનુમાન છે. તે ર૦૧૪ ની તુલનામાં લગભગ ત્રણ ગણું છે. ત્યારે રેવન્યુ ૪૪૦૦ કરોડ રૂપિયા હતી. દુનિયાના ગેમિંગ માર્કેટમાં સૌથી વધુ ભાગીદારી એશિયા-પેસીફીકની હતી. દુનિયાએ ર૦૧૯ માં ૧૧,રપ લાખ કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી હતી. તેમાં એશિયા-પેસીફીક રિજીયને પ.૩૪ લાખ કરોડની કમાણી કરી હતી.

ઓનલાઇન ગેમિંગની વેલ્યુ ર૦ર૪ સુધી ચાર ગણી વધવાની આશા છે. ર૦૧૯ માં ૬ર૦૦ હતી, જયારે ર૦ર૪ સુધી રપ,૦૩૦ કરોડ સુધી થઇ શકે છે. દુનિયામાં સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતો દેશ અમેરિકા છે.તેણે ર.૭ લાખ કરોડની કમાણી કરી. ચીન બીજા સ્થાન પર છે. હાલમાં ઓનલાઇન ગેમરની સંખ્યા ૩૦ કરોડ છે જે વધીને ર૦રર સુધી ૪૪ કરોડ થઇ જશે.

૬૦ ટકાથી વધુ ઓનલાઇન ગેમર ર૪ વર્ષથી ઓછી ઉમરનાં છે. એક ઓનલાઇન ગેમર રોજ સરેરાશ  મીનીટનો ટાઇમ ગેમ માટે સ્પેન્ડ કરે છે. અને રોજ ગેમ રમવા માટે ૮૦૦ એમબી ડેટા ખર્ચ કરે છે.

(4:04 pm IST)