Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોમનવેલ્થ ગેમ્સમાં જુડોમાં ભારતને મળ્યા બે મેડલ: સુશીલા દેવીએ સિલ્વર :વિજય કુમારે જીત્યો બ્રોન્ઝ

જુડોમાં બે મેડલ મળતા ભારતના કુલ મેડલની સંખ્યા 8 પર પહોંચી ગઈ

કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતના ખાતામાં વધુ મેડલ આવ્યા છે. ભારતને આજે જુડોમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની મહિલા જુડોકો સુશીલા દેવીએ 48 કિલોભાર વર્ગમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. જ્યારે વિજય કુમાર યાદવે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. વિજય કુમારને જુડો 60 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. એટલે કે ભારતને વેઇટલિફ્ટિંગ બાદ જુડોમાં બે મેડલ મળ્યા છે. 

અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે વેઇટલિફ્ટિંગમાં છ મેડલ જીત્યા હતા. આજે જુડોમાં બે મેડલ મળતા ભારતના કુલ મેડલની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. જેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ છે. 

(12:50 am IST)