Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

યુગાન્ડામાં મૂશળધાર વરસાદને પગલે 24ના મોત : બગીસુ, એમબાલે અને કપચોરવા વિસ્તારમાં સૌથી વધુ મોત

બચાવકર્તાઓને એમબાલેમાંથી 21 અને કપચોરવામાં ત્રણ શબ મળી આવ્યા : યુગાન્ડામાં લાંબા સમય સુધી દુષ્કાળની સ્થિતિ બાદ મૂશ્ળધાર વરસાદ પડ્યો

નવી દિલ્લી તા.01 : યુગાન્ડા દેશના પૂર્વી ભાગને તબાહી કરનારા વિનાશક પૂરના પરિણામે વડાપ્રધાન કાર્યલાય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ઓછામાં ઓછા 24 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં બગીસુ, એમબાલે અને કપચોરવા વિસ્તારમાં પૂરથી 10 કોના મોત નીપજ્યાં છે.

યુગાન્ડા રેડ ક્રોસના પ્રવક્તા ઇરેન નાકાસીતાએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓને એમબાલેમાંથી 21 અને કપચોરવામાંથી ત્રણ શબ મળી આવ્યા હતા. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ટ્રકની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ સામગ્રી મોકલવામાં આવી રહી છે. યુગાન્ડામાં લાંબા સમય સુધી દુષ્કાળની સ્થિતિ બાદ મૂશ્ળધાર વરસાદ પડ્યો હતો.

(12:08 am IST)