Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કગથરાના દીકરા, દીકરાના પત્ની અને ભાઇ સહિતના સભ્યો કોરોનાની ઝપટે : ધારાસભ્ય કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ

ટંકારા પડધરી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી જવા પામી છે જોકે લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કગથરા ચૂંટણીની તૈયારીઓને લઇને 8 દિવસથી ઘરથી દૂર હતા. જોકે કગથરાના દીકરા, દીકરાના પત્ની અને ભાઇ સહિતના સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ કેતન ઇનામદારના પુત્ર, ભાઈના પુત્ર અને ભાઈના પત્ની અને ભાણીયો તેમજ કેતન ઇનામદારના ડ્રાઇવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

(8:08 pm IST)
  • અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ' રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક ' : ભારત ઉપર અનેક આક્રમણો થયા : આક્રમણખોરો પોતાના ચિન્હો છોડી ગયા : આ બધા વચ્ચે અડગ આસ્થા સાથે રામમંદિરનું નિર્માણ રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક બની રહેશે : RSS ના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી access_time 7:47 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • રાજકોટમાં અ.. ધ..ધ..ધ..93 પોઝિટિવ કેસ આવ્યા : રાજકોટમાં 55 અને જિલ્લામાં 32 નવા કેસ જાહેર : 35 દર્દી ને રજા આપી દેવાઈ : હાલ 517 દર્દી ને સારવાર અપાઈ રહી છે access_time 8:31 pm IST