Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૧૧૭ નવા કેસ : ૭૬૪ લોકોના મોત

કુલ મૃત્યુઆંક ૩૬૫૧૧ : કુલ કેસ ૧૬,૯૫,૯૮૮

નવી દિલ્હી તા. ૧ : ભારતમાં કોરોનાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૭૬૪ ઙ્ગલોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૧૧૭ નવા કેસ નોંધાયા છે અને એ દરમિયાન ૭૬૪ લોકોના મોત થયા છે.

આ સાથે દેશમાં કુલ કન્ફર્મ કેસની સંખ્યા ૧૬,૯૫,૯૮૮ થઇ છે જેમાં ૫,૬૫,૧૦૩ એકટીવ કેસ છે અને ૧૦,૯૪,૩૭૪ લોકો સાજા થયા છે.

દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૩૬૫૧૧નો થયો છે.

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૦,૩૨૦ તો દિલ્હીમાં ૧૦૯૩ નવા કેસ આવ્યા છે.

દેશમાં કુલ ૧,૯૩,૫૮,૬૫૯ ટેસ્ટ કરાયા છે. ગઇકાલે ૫,૨૫,૬૮૯ ટેસ્ટ કરાયા છે.

(10:51 am IST)
  • દ્વારકા જિલ્લામાં કોરોનાએ કહેર વર્તાવ્યો: જિલ્લામાં કુલ કેસો 73 થયા:ગુંદા ગામે 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : સ્નેહ રાકેશ પાડલીયા 12 વર્ષ, ચાંદ અનિલ લાલકીયા 14 વર્ષ , યુગ રેનિસ અમૃતિયા 09 વર્ષ અને રાકેશ દામજી પાડલિયા 38 વર્ષ આ ચાર લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓને સરકારી હોસ્પિટલ ખસેડાયા : જિલ્લામાં કુલ કેસો 73 થયા : તેન લોકોના મૃત્યુ : 33 દર્દીઓ ડિસ્ચાર્જ અને 37 દર્દીઓ એક્ટિવ કેસો access_time 10:21 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST

  • રીયલ એસ્ટેટ પર સીબીઆઈના દરોડા !! : સીબીઆઈએ ગૌરસન્સના ચેરમેન બી. એલ. ગૌરના પુત્ર રાહુલ ગૌર સામે બરોડા અને સિન્ડિકેટ બેંક સાથે ૮૦ કરોડની છેતરપિંડી કરવા અંગે કેસ દાખલ કર્યા છે access_time 10:18 pm IST