Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મહારાષ્ટ્ર સહકારી બેન્ક કૌભાંડ :EDનો મોટો સપાટો: ડેપ્યુટી સીએમ પવારની પત્નીની ખાંડ મીલ જપ્ત કરી

અજિત પવારની પત્નીની માલિકીની સુગર મીલને ટાંચમાં લીધી: સુગર મીલની કિંમત અંદાજે 65 કરોડ

 

મુંબઈ : ઈડીએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્નીની માલિકીની 65 કરોડની એક સુગર મીલને ટાંચમાં લીધી છે. ઈડીના અધિકારીઓએ સતારા જિલ્લાના ચિમનગામ-કોરેગામ વિસ્તારમાં આવેલી જારંદેશ્વર ચીની મિલને ટાંચમાં લીધી છે

  રિપોર્ટ અનુસાર કેસના તાર અજિત પવાર અને તેમની પત્ની સાથે જોડાયેલા છે. ઈડીએ જણાવ્યું કે મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક કૌભાંડમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લગભગ 65 કરોડની ખાંડની એક મિલ જપ્ત કરવામાં આવી છે. ઈડીએ કહ્યું કે મીલની જમીન, ભવન, નિર્માણ, મશીનરીને જપ્ત કરી લેવામાં આવી છે.

  ઈડીએ કહ્યું- સંપત્તિ હાલ ગુરૂ કોમોડિટી સર્વિસેઝ પ્રાઇવેટ લિમિટેડ (એક કથિત નકલી કંપની) ના નામે છે અને જરાંદેશ્વર એસએસકેને ભાડા પર આપવામાં આવી છે. સ્પાર્કલિંગ સ્વાઇલ પ્રાઇવેટ લિમિટેડની જરાંદેશ્વર સુગર મીલમાં બહુવિધ હોલ્ડિંગ છે અને તપાસમાં સામે આવ્યું કે પાછલી કંપનીનો સંબંધ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને તેમના પત્ની સુનેત્ર અજીત પવાર સાથે જોડાયેલી એક કંપની સાથે છે

   પીએમએલએ કેસ મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EOW) દ્વારા વર્ષ 2019 માં નોંધાયેલી એફઆઈઆર પર આધારિત છે. તેની એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એસએસકેને એમએસસીબીને તત્કાલીન અધિકારીઓ તથા ડાયરેક્ટરોએ ખોટી રીતે પોતાના સંબંધીઓને સસ્તા ભાવે વેચી દીધી અને આવુ કરવા સમયે એસએઆરએફએઈએસઆઈ અધિનિયમ હેઠળ નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. ઈઓડબ્લ્યૂએ હાઈકોર્ટના નિર્દેશ પર એફઆઈઆર દાખલ કરી હતી .

 

(12:51 am IST)