Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સંભવતઃ ચોથી જુલાઈ આસપાસ કેન્દ્રીય કેબિનેટ ફેરબદલ - વિસ્તરણની યોજના આગળ વધી : વધારાના ખાતાઓનો હવાલો સાંભળતા નવ પ્રધાનોનો ભાર ઓછો થઈ શકે છે. 3 થી 4 ચહેરાઓને પડતા મુકવામાં આવે તેની પણ સંભાવના છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.

નવી દિલ્હી : સંભવતઃ ચોથી જુલાઈ આસપાસ કેન્દ્રીય કેબિનેટ ફેરબદલ - વિસ્તરણની યોજના આગળ વધી : વધારાના ખાતાઓનો હવાલો સાંભળતા નવ પ્રધાનોનો ભાર ઓછો થઈ શકે છે. 3 થી 4 ચહેરાઓને પડતા મુકવામાં આવે તેની પણ સંભાવના છે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે.

હાલ એકથી વધુ ખાતાઓ ધરાવતા કેન્દ્રીય મંત્રીઓમાં પ્રકાશ જાવડેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નીતિન ગડકરી, હર્ષ વર્ધન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઇરાની અને હરદીપસિંહ પૂર્વી નો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રીમંડળ 81 સભ્યોનું હોઈ શકે છે જે હાલમાં 53 પ્રધાનોનું છે. આનો અર્થ એ છે કે 28 નવા પ્રધાનો હજુ કેબિનેટમાં ઉમેરી શકાય તેમ છે.

(9:59 pm IST)