Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પત્રકારની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી : સનસનાટીભર્યા સમાચાર પ્રસિદ્ધ કરવા માટે કોઈને આત્મહત્યા કરવાની પ્રેરણા ન આપી શકાય : પત્રકારો પાસે આવી અપેક્ષા નથી

અલ્હાબાદ :  ભયાનક અને સનસનાટીભર્યા સમાચાર પ્રસિદ્ધ કરવા માટે કોઈને આત્મહત્યા કરવાની પ્રેરણા આપવા બદલ અલ્હાબાદ હાઇકોર્ટે એક પત્રકાર શમીમ અહમદની જામીન અરજી ફગાવી દીધી છે.તથા જણાવ્યું હતું કે પત્રકારો પાસે આવી અપેક્ષા નથી.

નામદાર જસ્ટિસ વિકાસ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પત્રકાર સમાજમાં બનતી અપેક્ષિત અથવા અચાનક બનેલી ઘટનાઓ પર નજર રાખે છે અને વિવિધ સમાચાર માધ્યમો દ્વારા કોઈ પણ જાતના ચેડાં કર્યા વિના લોકોને માહિતી પહોંચાડે છે, આ તેમનો વ્યવસાય છે. પત્રકાર સનસનાટીભર્યા સમાચાર પ્રસિદ્ધ કરવા માટે કોઈને આત્મહત્યા કરવા પ્રેરી ન શકે .

નામદાર કોર્ટે કહ્યું હતું કે જો પત્રકારને જામીન આપવામાં આવશે તો મૃતકની પત્ની માટે જોખમ ઉભું થશે.પત્રકાર ઉપર આ અગાઉ પણ 11 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.તે પોતાના સ્થાનનો દુરુપયોગ ન કરી શકે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:30 pm IST)