Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારાને કોરોનાનો એક ડોઝ પુરતોઃ આઇસીએમઆર

આ સલાહ પર સરકાર ધ્યાન આપે છે તો રસીની અછતની વચ્ચે રસીકરણમાં તેજી લાવી શકાયઃ વૈજ્ઞાનિકો

નવી દિલ્હી, તા.૧: કોરોના સંક્રમણ બાદ સાજા થનાર લોકોમાં એન્ટીબોર્ડી વિકસિત થાય છે તેમને કોવિશીલ્ડ રસીનો એક ડોઝ આપ્યા બાદ વધારી શકાય છે. તેવામાં આવા લોકો માટે ૨ ડોઝ આપવાની જરુરિયાત નથી. વૈજ્ઞાનિકોની આ સલાહ આસામ અને જમ્મુ કાશ્મીરના ચિકિત્સકીય સંસ્થાનોના અધ્યયનના આધાર પર કરવામાં આવ્યા છે. કોવિશીલ્ડ રસીને લઈને અત્યાર સુધી આ પ્રકારનું અધ્યયન પહેલા કયારેય સામે નથી આવ્યું.

આઈસીએમઆરના વૈજ્ઞાનિકોનું માનવું છે કે સંક્રમણમાંથી સાજા થનારા કોવિશીલ્ડ રસીનો એક ડોઝ પુરતો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો આ સલાહ પર સરકાર ધ્યાન આપે છે તો રસીની અછતની વચ્ચે રસીકરણમાં તેજી લાવી શકાય છે. કેમ કે બીજી લહેર દરમિયાન દેશમાં એક મોટી વસ્તી સંક્રમણની ઝપેટમાં આવી છે.

આઈસીએમ આરના આસામ સ્થિત ક્ષેત્રીય અનુસંધાન કેન્દ્ર, કાશ્મીરના શેર-એ- કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને આસામ મેડિકલ કોલેજના આ સંયુકત અભ્યાસને મેડિકલ જર્નલ મેડરેકિસવમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિસર્ચમાં ૧૨૧ લોકોની પસંદગી કરાઇ જેમાંથી ૪૬ લોકોમાં સીરો પોઝિટિવિટી જોવા મળી હતી. જયારે અન્ય ૭૫ લોકોમાં સીરો નેગેટિવ જોવા મળી. સીરો પોઝિટિવનો મતલબ વ્યકિતમાં એન્ટિબોડી વિકસિત થવાથી છે.

રિસર્ચ દરમિયાન બન્ને ગ્રુપને કોવિશીલ્ડનો એક-એક ડોઝ અપાયો હતો. આ બાદ ૩૫ દિવસ સુધી ફોલોઅપ લેવાયું અને બીજો ડોઝ આપવામાં આવ્યો જેનું નેકસ ૩૫ દિવસ સુધી ફોલો અપ કરવામાં આવ્યું. તેના પરિણામની સમીક્ષા કરાઈ જેમાં જોવા મળ્યું કે જે લોકોમાં સંક્રમણની વિરુદ્ઘ પહેલાથી એન્ટીબોર્ડી હતી. તેમને કોવિશિલ્ડનો એક ડોઝ લીધા બાદ પુરતા પ્રમાણમાં એન્ટીબોડી બની ગઈ હતી. તેવામાં લોકોને બીજા ડોઝની જરુર નહોંતી. જયારે અન્ય ગ્રુપને બીજા ડોઝની જરુર હતી.

આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો. વિશ્વજયોતિ બોરકાકોટ્યએ અધ્યયનમાં જણાવ્યું કે ગત ૨ જૂન સુધી દેશની ૩.૪ ટકા વસ્તીએ કોરોના સામે એન્ટીબોડી મેળવી લીધી છે. તેમણે કહ્યું કે રિસર્ચમાં સામેલ લોકોની ઉંમર સરેરાશ ૩૩.૭ વર્ષ હતી. જયારે અધ્યયનમાં ૪૫.૪ ટકા પુરુષ અને ૫૪.૬ ટકા મહિલાઓ હતી. જો કે તેમણે એ પણ જાણકારી આપી કે આવા અધ્યયન મોટા સ્તર પર થવા જોઈએ.

(12:48 pm IST)