Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ગેરકાયદે ધર્માંતરણ માટે હવાલાથી ફન્ડીંગના મામલામાં બાળ કલ્યાણ વિભાગનો કર્મચારી સકંજામાં

મુખ્ય આરોપી મોહમદ ઉમર ગૌતમની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટરના સંપર્કમાં અન્ય આઠ કટ્ટરપંથી હતા

લખનઉ, તા. ૧:. ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટ સાથે જોડાયેલા તારમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એટીએસની તપાસમાં બહાર આવ્યુ છે કે કાનપુરના ૮ શખ્સ મોહમદ ઉમર ગૌતમ અને તેની સંસ્થા ઈસ્લામિક દાવા સેન્ટરના સંપર્કમાં હતા. આ આઠેઆઠ કટ્ટરપંથી છે અને તેમા બે મૌલવી છે. કાનપુર અને આસપાસના વિસ્તારમાં સભાઓ ભરી ભીડ આ લોકો એકઠી કરતા હતા. ગેરમુસ્લિમ લોકોને ટાર્ગેટ કરી ધર્માંતરણ માટે પ્રેરીત કરવાના ઉદેશ્ય સાથે આ તમામ આગળ વધી રહ્યા હતા. મુકબધીર વિદ્યાર્થીઓને ધર્માંતરણ માટે લલચાવવા ઉપરાંત અન્ય ગેરમુસ્લિમ લોકોને પણ આકર્ષિત કરી ધર્માંતરણ માટે ઉકસાવતા હતા. મોહમદ ઉમરની સંસ્થા ઈસ્લામ દાવા સેન્ટર સાથે જોડાયેલા અન્યના સંપર્કમાં પણ લાવવામાં આવતા હતા ત્યાર બાદ માઈન્ડવોશ પણ કરવામાં આવતુ હતુ. શંકા છે કે કાકાદેવના આદિત્ય અને રૂચાદેવીના ધર્માંતરણમાં મોહમદ ઉમરની ભૂમિકા છે. છેલ્લા બે વર્ષમાં મોહમદ ઉમર સહિત ૮ કટ્ટરપંથીઓ કયાં કયાં ગયા ? કોનો સંપર્ક કર્યો ? તેની મોબાઈલ સહિતની ડીટેઈલ તથા અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ધર્માંતરણ કરાવવાના બદલામાં ધનના મામલામા બાળ કલ્યાણ વિભાગના એક કર્મચારી સંકળાયેલો હતો તેને સકંજામાં લેવામાં આવ્યો છે. મુંગા-બેરા બાળકોને સમજાવવાવાળો કાજી જહાંગીર નહિ પણ કોઈ બીજો હતો. પૂછપરછ દરમિયાન કાજી જહાંગીર પોતાના બયાનોમાં જ ફસાય ગયેલો હતો. તેને મુંગા-બેરાની ભાષા આવડતી ન હતી અને ઉમર ગૌતમને પણ આ ભાષા આવડતી ન હતી. આ માટે તેમને અન્ય કોઈનો સહયોગ મળતો હતો. ઉમર દેશ-વિદેશમાં અનેક કટ્ટરપંથીઓને મળ્યો હતો અને તેની યોજના સમજાવી હતી. વિદેશમાંથી ફન્ડીંગનું આશ્વાસન મળ્યા બાદ આ કાવત્રાને અંજામ આપવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ. તપાસ દરમિયાન દેશ-વિદેશમાંથી ફન્ડીંગ અને હવાલાના પુરાવાઓ મળ્યા હતા. કેટલાક હવાલા ડીલરોની પૂછપરછ થઈ રહી છે. ઈડીને અનેક એવા બેંક ખાતા મળ્યા છે જેમા ફન્ડીંગની રકમ જમા થતી હતી.

(12:45 pm IST)