Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

હવે વાયરસ સાથે જ રહેશેઃ એવુ માની દુનિયા કરી રહી છે તૈયારી

કોરન્ટાઈન કે પછી આઈસોલેટ કરવાનું હવે ભૂતકાળ બની જશે : સિંગાપુર તો હવે રોજ સંક્રમિતોના આંકડા પણ જાહેર નહિ કરે

નવી દિલ્હી, તા. ૧ :. દુનિયા હવે કોરોના મહામારી સાથે જ આગળનો રસ્તો બનાવવામાં લાગી ગઈ છે. કોવિડ-૧૯ હવે આપણી સાથે જ રહેશે તેનો સ્વીકાર કરી લેવામાં આવશે અને એટલા જ ઝડપથી આગળનો રસ્તો સરળ બનશે. આ સિદ્ધાંતને ધ્યાને રાખી તૈયારી કરવામાં આવી રહી છે. હવે બધુ ન્યુ નોર્મલ માનવામાં આવી રહ્યુ છે.

આ મહામારીને સફળતાપૂર્વક નિયંત્રીત કરનારા દેશોમાં સામેલ સિંગાપોરે જાહેરાત કરી છે કે મહામારીને નિયંત્રીત કરવાના ઉપાયોમાં ટૂંક સમયમાં પાયાનંુ પરિવર્તન કરાશે.

કોવિડ-૧૯ હવે સામાન્ય ફલુની જેમ રહેશે. યાત્રીકોને કોરન્ટાઈન કરવા અને સંક્રમિતોના સંપર્કમાં આ વવા પર આઈસોલેટ કરવાની બાબત હવે જૂની થઈ છે. સંક્રમિતોના આંકડા રોજ જાહેર કરવાનું બંધ કરવામાં આવશે.

(11:48 am IST)