Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કેડિલાએ બાળકો માટેની વેકસીન બનાવી લીધી

કોરોના સામેના જંગમાં ભારતને મળશે વધુ એક શસ્ત્ર : જો બધુ સમુનમુ પાર પડશે તો ટુંક સમયમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકોને લગાવાશે રસી : ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ પાસે પોતાની વેકસીન ડીએનએના ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી માંગી : મંજુરી મળ્યે રસીકરણ અભિયાનમાં જોડાશે આ વેકસીન

નવી દિલ્હી તા. ૧ : કોરોના વિરૂદ્ઘ જંગમાંભારતને વધુ એક મોટું શસ્ત્ર મળવાનું છે. જો બધુ જયોગ્ય સમયે અને સ્થિતિ સારી રહી તો ભારતમાં ટૂંક સમયમાં૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસી લગાવાનું શરૂ થઇ જશે. બેંગ્લુરૂ બેસ્ડ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ડીસીજીઆઇ થી ૧૨ વર્ષ અને તેનાથી વધૂઉંમરના લોકો માટે તેમના ડીએનએ વેકસીનના ઇમર્જન્સી ઉપયોગને મંજુરી માંગવામાં આવી છે. તો ફરી દેશમાં ચાલુ રહેલુંરસીકરણ અભિયાનમાં ટૂંક સમયમાં વેકસીન સામેલ થઇશકે છે. ઉલ્લેખનીયછે કે વેકિસનના ત્રણ ચરણોનુંટ્રાયલ પૂરૃંથઇ ચૂકયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઝાયડસ કેડિલાએ ભારતના ટોપ દવા નિયામક ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ અરજી આપી છે. જેમાં તેને તેમના ડીએનએ વેકસીન zycov-dના ઇમરજન્સી ઉપયોગની મંજુરીમાંગી છે. ઝાયડસ કેડિલાની આ વેકસીન ૧૨ વર્ષની ઉમરઅને તેનાથી ઉપરના લોકો માટે છે. કંપનીએવેકિસનના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો છે. જેમાં ૨૮૦૦૦થી વધુ વોલિયન્ટરોએભાગ લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, અંતરિમ ડેટામાં વેકસીન સુરક્ષા અને પ્રભાવકારીતાનામાનકો પર સાચી સાબિત થઇ છે.

ઝાયડસ કેડિલાનીવેકિસનના ત્રીજા ચરણનાકિલનિકલ પરીક્ષણ ડેટાથી માલુમ પડે છે કે zycov-d રસી ૧૨ થી ૧૮ વર્ષના બાળકો માટે સુરક્ષિત છે. કંપનીએવર્ષના કોરોના રસીની ૧૦૦-૧૨૦ મિલિયન ખુરાકબનાવાણીયોજના બનાવામાં આવી છે. ઉલ્લેખનીયછે કે કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ કહ્યું છે કે ઝાયડસ કેડિલા વેકિસનનું ટ્રાયલ અંદાજે પૂર્ણ થઇ ચૂકયું છે. જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટમાં અમે ૧૨-૧૮ વર્ગના બાળકોને આ રસી આપવાનુંશરૂ કરી શકે છે.

(11:12 am IST)