Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ડિવીડન્ડ, બોનસ શેર અને શેર સ્પ્લિટએ બનાવ્યા માલામાલ

૧૯૮૦માં ખરીદ્યા હોત આ કંપનીના ૧૦૦ શેર તો આજે હોત ૧૪૦૦ કરોડ રૂપિયાના માલિક

મુંબઇ,તા.૧: 'રિસ્ક હૈ તો ઇશ્ક હૈ' મારા એક મિત્ર છે અવિશન ઉર્ફ રાજા.. શેર ખરીદવાનો શોખીન છે. પરંતુ રિકસ લેવાની ક્ષમતા શૂન્ય છે. હમણાં બે દિવસ પહેલાં ફોન કર્યો અને મને કહ્યું કે શેર ખરીદવા છે. કોઇ એવા શેર બતાવો, જેમાં ફાયદો જ ફાયદો હોય. સારા શેર હોવા જોઇએ જેથી પૈસા ડૂબે નહી અને લાંબા સમય સુધી રાખવા માંગુ છું. અવિનાશની વાતોમાં તો હવા-હવાઇ હતી, પરંતુ એક વાત સારી લાગી, તે હતી લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેંટ ની વિચાસરણી. બજારમાં જો પૈસા બનાવવા છે તો આ વિચારધારા જરૂરી છે. આમ કેમ... કારણ કે, આવા શેર ના ફકત ફાયદો કરાવે છે, પરંતુ કરોડપતિ બનાવે છે. એટલા માટે આવા શેરોને કરોડપતિ સ્ટોકસ કહેવામાં આવે છે. 

શેર બજારમાં ઘણા શેર એવા હોય છે, જેમણે લાંબા સમયમાં આટલું જોરદાર રિટર્ન આપ્યું છે જેની કદાચ કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે. આજે અમે તમને એવા જ સ્ટોકસની જાણકારી આપી રહ્યા છીએ, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવી લીધા છે. જોકે તેના માટે લાંબો સમય રાહ જોવી જરૂરી છે.

આઇટી સેકટરનું મોટું નામ વિપ્રો. જોકે, વિપ્રો સાબુ અને વેઝિટેબલ ઓઇલના ધંધામાં પણ છે. વિપ્રોની શરૂઆત ૧૯૪૫ માં મહારાષ્ટ્ર સ્થિત 'આલમનેર' નામના ગામમાં થયો હતો. આજે આ ગામમાં દરેક કોઇ કરોડપતિ છે. દરેક પરિવાર પાસે વિપ્રો કંપનેના શેર છે. અહીં બાળક જન્મ લેતાં  જ તેના માટે વિપ્રો કંપનીના કેટલાક શેર ખરીદવામાં આવે છે. ગામને ‘Town of Millionaires’ પણ કહેવામાં આવે છે.

શેર ગત ૪૦ વર્ષમાં સ્ટોકએ જોરદાર રિટર્ન આપ્યું છે. ૧૯૮૦ માં વ્રિપોના શેરનો ભાવ ૧૦૦ રૂપિયા હતો. તે સમયે કોઇએ કંપનીના ૧૦૦ શેર ખરીદ્યા હશે તો તે આજે ૧૪૦૦ કરોડ રૂપિયાનો માલિક હશે. આ દરમિયાન ના શેર વેચવામાં આવ્યા અને ના તો ખરીદવામાં આવ્યા. બસ ૧૯૮૦ માં જ ૧૦૦ શેર ૧૦,૦૦૦ રૂપિયામાં ખરીદવામાં આવ્યા. Wipro ની ખાસિયત એ છે કે કંપનીએ ગત ૪૦ વર્ષમાં શેરધારકોએ બોનસ, શેર સ્પ્લિટ  અને ડિવિડેંટની ભેટ ઘણીવાર આપી છે.

વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૦ માં વિપ્રોએ શેરધારકોને ૧ રૂપિયા પ્રતિ શેરનું ડિવિડંડ આપ્યું. પરંતુ, આ પહેલીવાર ન હતું, જયારે રોકાણકારોને હિતમાં કંપનીએ નિર્ણય કર્યો છે. ૧૯૮૦ થી માંડીને ૨૦૨૧ ના ડિવિડંડને જોઇએ તો ફકત ડિવિડેંડ દ્વારા જ ૨.૫૬ કરોડ રૂપિયા તમારા ખિસ્સામાં હોત.

વર્ષ

કયારે શું થયું?

કેટલા શેર?

૧૯૮૦

૧૦૦ રૂપિયા (રોકાણ શરૂ)        

૧૦૦

૧૯૮૧

૧:૧ બોનસ

૨૦૦

૧૯૮૫

૧:૧ બોનસ

૪૦૦

૧૯૮૬

૧:૧૦ બોનસ વિભાજન

૪,૦૦૦

૧૯૮૭

૧:૧ બોનસ

૮,૦૦૦

૧૯૮૯

૧:૧ બોનસ

૧૬,૦૦૦

૧૯૯૨

૧:૧ બોનસ

૩૨,૦૦૦

૧૯૯૫

૧:૧ બોનસ

૬૪,૦૦૦

૧૯૯૭

૨:૧ બોનસ

૧.૯૨ લાખ

૧૯૯૯

૧:૫ શેર વિભાજન

૯.૬ લાખ

૨૦૦૪

૨:૧ બોનસ

૨૮.૮ લાખ

૨૦૦૫

૧:૧ બોનસ

૫૭.૬ લાખ

૨૦૧૦

૨:૩ બોનસ

૯૬ લાખ

૨૦૧૭

૧:૧ બોનસ

૧.૯૨ કરોડ

૨૦૧૯

૧:૩ બોનસ

૨.૫૬ કરોડ

  • ૧૪૦૦ કરોડ રૂપિયાના શેર

*  ૩૦ જૂન ૨૦૨૧ (બુધવાર) ના રોજ બજાર બંધ થતાં વિપ્રોના એક શેરનો ભાવ લગભગ ૫૪૭ રૂપિયા છે.

* કુલ શેરનો ભાવ ૫૪૭ રૂપિયા * ૨,૫૬,૦૦,૦૦૦ શેર = ૧૪,૦૦,૩૨,૦૦,૦૦૦ રૂપિયા.

* ૧૯૮૦ માં ૧૦ હજાર રૂપિયા રોકાણની ૨૦૨૧ માં કુલ વેલ્યૂ ૧,૪૦૧ કરોડ રૂપિયા થશે.

* ગત ૪૦ વર્ષમાં વિપ્રોએ દર વર્ષે ૪૨.૪૫ ટકા (CAGR) નું રિટર્ન આપ્યું છે. 

(10:21 am IST)