Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દિલ્હીમાં પ્રધાનમંડળ ફેરફારનો તખ્તો ગોઠવવાનું શરૂ: ધમધમાટ ચાલુ: પીએમઓમાં પ્રોસેસ શરૂ થઈ ગઈ: પ્રધાનમંડળ પુનઃરચના હવે હાથવેંતમાં

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટની પુનઃરચનાનો શંખનાદ હવે વાગવા લાગ્યો છે. પીએમઓમાં આ અંગેની પ્રક્રિયા શરૂ થઇ ગયાનું જાણવા મળે છે. ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ પુનઃરચના હવે હાથવેંતમાં છે અને ગમે ત્યારે જાહેરાત થશે. પ્રધાનમંડળની પુનઃરચનામાં ૮ને બદલે હવે ૧૦ રાજ્યોના સાંસદોને સમાવવામાં આવશે તેવી પણ વિગતો બહાર આવી રહી છે.

 કર્ણાટક, આસામ, ગુજરાત લડાખ અને ઓડિશા રાજ્યોમાંથી ભાજપના એક-એક સંસદસભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવે અને પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી પણ રાજ્ય સભાના એક એક સાંસદોને લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જો કે  બિહારમાંથી સંભવતઃ એક સંસદ સભ્ય અને એક રાજ્ય સભાના ભાજપના સભ્યનો સમાવેશ કરવામાં આવે તો નવાઈ નહીં. આમ નરેન્દ્રભાઈ હવે પ્રધાનમંડળની પુનઃરચના કોઈપણ ક્ષણે જાહેર કરે તેવી ભારે ચર્ચા છે.. આ માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.

(12:00 am IST)