Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર: 2 જવાન ઘાયલ

કુલગામના ચિમેર ક્ષેત્રમાં સાંજથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં વધુ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ કુલ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. બે જવાન પણ ઘાયલ થયા છે.

કુલગામના ચિમેર ક્ષેત્રમાં બુધવાર સાંજે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયો જે કલાકો સુધી ચાલ્યો હતો. એન્કાઉન્ટરની શરૂઆતમાં 2 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આનાથી પહેલા મંગળવારે શ્રીનગરના પારિંપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. પારિંપોરા વિસ્તારમાં સોમવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર અબરાર સહિત બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકી જે ઘરમાં છૂપાયા હતા, તેને સુરક્ષાદળોએ ઉડાવી દીધો હતો. આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ મળી આવી હતી.

(11:54 pm IST)