Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સીએની પરીક્ષા 5 જુલાઈથી યોજવા સુપ્રિમકોર્ટની મંજૂરી : વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ પણ અપાયો

કોઈ પરીક્ષાર્થી અથવા તેમના પરિવારના કોઈ સભ્યને કોરોના થાય તો ઓપ્ટ આઉટની વિકલ્પ મતલબ પછીથી પરીક્ષા આપી શકે

 

નવી દિલ્હી : સીએની પરીક્ષા 5 જુલાઈથી યોજવા સુપ્રિમકોર્ટે મંજૂરી આપી છે  5 જુલાઈથી સીએની પરીક્ષા શરુ કરવાની મંજરી આપતા સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને કારણે ઓપ્ટ આઉટ વિકલ્પ અંગે પણ કેટલીક શરતો મૂકી છે.

જસ્ટિસ એએમ ખાનવિલકારા, દિનેશ માહેશ્વરી અને અનિરૃદ્ધ બોસની એક ખંડપીઠે જણાવ્યું કે જો કોઈ પરીક્ષાર્થી અથવા તેમના પરિવારના કોઈ સભ્યને કોરોના થયો હોય તો તેમને RT-PCR ટેસ્ટને આધારે ઓપ્ટ આઉટનો વિકલ્પ આપી શકાય છે. જોકે આવા કિસ્સામાં પરીક્ષાર્થીઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે

સુપ્રીમની ખંડપીઠે એવું પણ જણાવ્યું કે RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાચો હોય તે જરુરી નથી. તેથી જો કોઈ અરજદારને ડોક્ટર તરફથી કોરોનાનું પ્રમાણપત્ર મળતું હોય તો તેમને RT-PCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાની જરુર નથી. 

જો કોઈ પરીક્ષાર્થીને પરીક્ષા વખતે કોરોના થાય અને તે પરીક્ષા આપી શકે તેવી સ્થિતિમાં ન હોય તો તેને પણ ઓપ્ટ આઉટ થવાની પરમિશન મળશે. સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે જો છેલ્લી ઘડીએ પરીક્ષા સેન્ટરમાં કોઈ ફેરફાર થાય તો તો પણ વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ આપવો પડશે.

(11:44 pm IST)