Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ધીમો પડ્યો : મ્યૂકર માઇકોસિસના ચાર હજાર કેસથી લોકોમાં ફફડાટ

સરકારે બ્લેક ફંગસના દર્દીઓની ફ્રી સારવાર થાય તે માટે વ્યવસ્થા કરી: રાજેશ ટોપે

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધોની અસર નવા સંક્રમણના મામલા પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત રાજ્યમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે

 દરમિયાન મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, આ સમયે રાજ્યમાં મ્યુકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ના આશરે 4 હજાર કેસ છે. તેમણે કહ્યું કે, સરકારે બ્લેક ફંગસના દર્દીઓની ફ્રી સારવાર થાય તે માટે વ્યવસ્થા કરી છે. રાજેશ ટોપેએ આજે જણાવ્યુ કે, મોટા શહેરોની બહાર તાલુકા અને જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે સરકારે ભાવ ઘટાડ્યા છે. તેનાથી લોકોને રાહત મળવાની આશા છે

(12:33 am IST)