Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

કોરોના સામેના રક્ષણનું એક માત્ર શસ્ત્ર વેક્સિન

કોરોના વેક્સિનથી ગભરાશો નહીં : અસરકારકતા, જરૂરિયાતોના સંખ્યાબંધ પુરાવા હાજર હોવા છતાં અમુક લોકો તેની તરફ શંકાની નજરે જૂએ છે

નવી દિલ્હી,તા.૧ : જુદી-જુદી વેક્સિન તબીબી વિજ્ઞાનની માનવજાતને મળેલી એક મહાન ભેટ છે. તેમને શીતળા અને પોલિયો સહિત સંખ્યાબંધ જીવલેણ રોગો નાબૂદ કરવામાં અથવા તેની અસરકારકતા મર્યાદિત કરવામાં મદદ કરી છે. સમયસર રસીકરણને આજે જીવલેણ રોગોના સામુદાયિક સંક્રમણની સામે પ્રાથમિક સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વ્યક્તિગત આરોગ્યસંભાળના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની અસરકારકતા અને જરૂરિયાતોના સંખ્યાબંધ પુરાવા હાજર હોવા છતાં પણ અમુક લોકો હજુ તેની તરફ શંકાની નજરે જૂએ છે અને રસીકરણની ઉપયોગિતાને બદનામ કરે છે. અત્યારે ભારત કોવિડ-૧૯ સંક્રમણની જીવલેણ બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યું હોવાથી દરેક વ્યક્તિને રસી લેવા સમજાવવાની અને ભારતને ફરી બેઠું થવામાં મદદ કરવાની સૌથી વધુ જરૂરિયાત વર્તાઇ રહી છે. આથી જ અમે દરેક વ્યક્તિએ શા માટે રસીકરણથી ગભરાવવાની જરૂર નથી અને સહેજ પણ વિલંબ વગર શા માટે તાત્કાલિક વેક્સિન લેવી જોઇએ તેના ૫ મહત્ત્વપૂર્ણ કારણો રજૂ કરી રહ્યાં છીએ. ભારતની કોવિડ-૧૯ કટોકટી દરમિયાન મહત્ત્વપૂર્ણ પડકાર પથારીઓ અને આરોગ્યસંભાળ સંસાધનોની અછતનો રહ્યો છે. સમયસર રસીકરણ કરાવવાથી વધારે ગંભીરતા ધરાવતાં દર્દીઓની સારવાર આંતરિક રીતે સુનિશ્ચિત કરીને દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા ઉપર સર્જાતું ભારણ ઘટાડી શકાય છે. અનેક લોકો કે જેઓ વેક્સિન લેતા નથી તેઓ જીવલેણ બીમારીઓના અજાણતાં જ વાહક બની જાય છે અને પોતાના સ્નેહીજનોનું જીવન જોખમમાં મૂકે છે.

          આ રોગ ફેલાવવાની એક રીત છે જે ખાસ કરીને કોવિડ-૧૯ કટોકટી દરમિયાન વિશેષ જોવા મળી હતી, કારણ કે પરિવારના અનેક મોટી ઉંમરના સભ્યો લક્ષણો નહીં ધરાવતાં યુવાન પરિચિતોથી સંક્રમિત થયા હતા. હકીકતો પરથી જોવા મળ્યુ છે કે વેક્સિન દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા ઉપરનું ભારણ ઘટાડે છે, આજ રીતે તે બીમારીઓની સારવારનો ખર્ચ પણ ઘટાડે છે. તેની સાથે સાથે તે બીજી અનેક અપ્રત્યક્ષ અસરો પણ ધરાવે છે, કારણ કે વધારે સ્વસ્થ વસ્તી સામાન્ય રીતે વધુ ઉત્પાદક અને સમૃદ્ધ હોય છે.દર્દીઓ હાર્ટને લગતી તકલીફની ફરિયાદ કરતા હોવાનું સામે આવ્યું છે. અન્ય બિમારીઓની જેમ કોરોના પણ શરીરની અંદર રહેલા સોલ્ટ બેલેન્સને અસર કરે છે. જેથી સંક્રમણ લાગ્યું હોય ત્યારે દર્દીને શરીરના તાપમાન, બ્લડ ઓક્સિજન, પલ્સ વગેરેને સતત મોનિટર કરવાનું કહેવામાં આવે છે. તેથી એકવાર વાયરસ સામે જીતી ગયા બાદ તમારા શરીરના મીઠાના સંતુલનને જાણવું સારું છે.

લોહીમાં કોઈ ચોક્કસ તત્વનું સ્તર એકાએક વધે કે ઘટે તો તકલીફ ઊભી થઈ શકે છે. કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવી ગયા બાદ આ ટેસ્ટ કરાવવો સૌથી મહત્વનો છે. રોગ સંપૂર્ણપણે મટી ગયા પછી આપણું શરીર તેના માટે એન્ટિબોડીઝ પેદા કરે છે. શરીર દ્વારા પેદા થતી એન્ટિબોડીઝ રોગપ્રતિકારક શક્તિ રાખે છે. તમારા શરીરમાં ઉત્પન્ન થતી એન્ટિબોડીઝનું સ્તર જાણવા માટે તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ.

(7:55 pm IST)