Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

બ્રિટનમાં ત્રીજી લહેરઃ ૩૦૦૦થી વધારે કેસ

ભારતીય મુળના એક વૈજ્ઞાનિકે આપી ચેતવણી

લંડનઃ બ્રિટીશ સરકારને સલાહ આપતા ભારતીય મુળના એક વિખ્યાત વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે બ્રિટન કોરોના સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભીક તબકકામાં છે અને ૭૫ ટકા નવા કેસોમાં કોરોના વાયરસનોએ વેરીયન્ટ જોવા મળ્યો છે જે ભારતમાં સામે આવ્યો હતો. સાથે જ તેમણે વડાપ્રધાન જોન્સનને ૨૧ જુનથી લોકડાઉન હટાવવાની યોજના થોડા અઠવાડીયા પાછળ ઠેલવાની અપીલ કરી છે. બીબીસીએ સોમવારે સમાચાર આપ્યા કે સરકારના 'ન્યુ એન્ડ ઇમેજીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ એડવાઇઝરી ગ્રુપ (નવટેગ)' ના સભ્ય અને કેમ્બ્રીજ યુનિવસીર્ટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ કહ્યું છે કે આમ તો નવા કેસ અપેક્ષા કરતા ઓછા છે પણ કોરોનાના બી.૧.૬૧૭ વેરીએન્ટ સંક્રમણ ઝડપથી વધવાની આશંકા વધારી દીધી છે. તેમણે કહ્યું કે અત્યારે આંકડા ભલે ઓછા દેખાતા હોય પણ બધી લહેરો ઓછા આંકડાથી શરૂ થાય છે પણ પછી તે વિસ્ફોટક બની જાય છે. એટલે એ મહત્વનું તત્વ છે કે આપણને અહિં જે દેખાઇ રહયું છે તે લહેરની શરૂઆત છે.

(3:27 pm IST)