Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર

આઇઓસીએ ૧૯ કિ.ગ્રા.વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રાહત

નવી દિલ્હી તા. ૧ : જૂન મહિનાની શરૂઆત અનેક નિયમોમાં ફેરફાર બાદ ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર લાવી છે. આ મહિને ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.

એલપીજી ગ્રાહકો માટે મહિનાના પ્રથમ દિવસે રાહતના સમાચાર છે. ૧ જૂન સરકાર તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આઇઓસીએ ૧૯ કિ.ગ્રા.વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં રાહત આપી છે. બીજી બાજુ ઘરેલુ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે પણ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનાભાવ૮૦૯ રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજીનાભાવ૬૯૪ રૂપિયા હતો અને સાથે ફેબ્રુઆરીમાં તેને વધારીને ૭૧૯ રૂપિયા કરી દેવાયો હતો. ૧૫ ફેબ્રુઆરીએ ફરી વધારા બાદ તે ૭૬૯ રૂપિયા થયો તો ૨૫ ફેબ્રુઆરીએ ભાવવધારા બાદ ૭૯૪ રૂપિયા થયો. માર્ચમાં આ ગેસ સિલિન્ડરનાભાવ૮૧૯ રૂપિયા થયા હતા. આ મહિને ભાવમાં કોઈ ફેરફારકરાયો નથી તેનાથી લોકોને મોટી રાહત મળી છે.

૧૪ કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો મે મહિનાની શરૂઆતમાં કરાયો નથી પરંતુ સાથે જ ૧૯ કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૪૬ રૂપિયાનો ઘટાડો કરાયો છે. દિલ્હીમાં કર્મશિયલ સિલિન્ડરની કિંમત૧૫૯૫.૫૦ રૂપિયા, ચેન્નઈમાં ૧૭૨૬ રૂપિયા છે.

(10:56 am IST)