Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પશ્ચિમ બંગાળઃ બીજેપી સંગઠનમાં ભારે ફેરબદલઃ નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોસને પ્રદેશ ઉપાધ્‍યક્ષ પદથી હટાવવવામાં આવ્‍યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ બીજેપી મોટા પાયે ફેરબદલ થયુ છે. રાજયમા આગામી વરસે વિધાનસભા ચૂંટણી થવામા છે પણ અત્‍યારથી જ પાર્ટીમાં સંગઠનના સ્‍તર પર તૈયારી શરૂ કરવામા આવી છે. પશ્ચિમ બંગાળમાં બીજેપી સાંસદ લોકેટ ચેટરજીને બંગાળ બીજેપીના મહાસચિવ બનાવવામા આવ્‍યા છે.

લોકેટ ચેટરજી બંગાળના હુગલી લોકસભા ક્ષેત્રથી સાંસદ છે આ ઉપરાંત ઘણા નેતાઓને સંગઠનમાંથી હટાવાયા છે.  નેતાજી સુભાષચંદ્ર બોસના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચંદ્રકુમાર બોસને બીજેપીએ પાર્ટી વિરોધી સ્‍ટેન્‍ડ માટે હટાવ્‍યા છે. બીજેપી પુરી કોશિષ  છે કે રાજયમાં સતારૂઢ મમતા બેનરજીની પાર્ટી પ્રણમૂલ કોંગ્રેસને હરાવે.

(10:48 pm IST)