Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

તામિલનાડુમાં છેલ્લા છ દિવસમાં કોરોનાના નવા 6 હજાર કેસ : મહિના પહેલા 2757 પોઝીટીવ હતા આજે 23 ,495 કેસ થયા

તામિલનાડુમાં કેસો વધવા સાથે 15 મેથી રિકરવી આંક પણ ઊંચો રહ્યો

તામિલનાડુમાં મહિના પહેલા 3 હજાર કેસ પણ નહોતા પરંતુ છેલ્લા 6 દિવસમાં જ નવા 6 હજાર પોઝીટીવ આવ્યા છે. તામિલનાડુમાં અત્યાર સુધી વધુ 1162 નવા કેસ આવતાં આંક 23495 થયો છે. તામિલનાડુમાં હજુ પણ 10138 કેસ એક્ટિવ છે. જ્યારે 13170 લોકો સાજા થયા છે. તામિલનાડુમાં મોતનો આંક 187 થયો છે.

 તામિલનાડુમાં 2 મેના રોજ 2757 પોઝીટીવ હતા પરંતુ તે પછીથી ક્યારેય 400થી નીચે આંક આવ્યો નથી. તામિલનાડુમાં હાલમાં રિકવરી પણ સારી થઈ રહી છે. તામિલનાડુમાં કેસો વધવા સાથે 15 મેથી રિકરવી આંક પણ ઊંચો રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ સંક્રમિત રાજ્યમાં તામિલનાડુ આવે છે. અહીં સૌથી વધારે સંક્રમિત શહેર ચેન્નઈ પણ સૌથી વધુ સંક્રમિત થયું છે. ચેન્નઈમાં પોઝીટીવ આંક 15 હજારને પાર થઈ ચૂક્યો છે.

 દેશમાં કોરોના સંક્રમણના આંક 1.93 લાખથી પણ વધારે થયો છે. દેશમાં હાલ એક્ટિવ કેસનો આંક 95000ને પાર થયો છે. દેશમાં કોરોનાને કારણે 5437 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.

(9:07 pm IST)