Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ગુજરાતની ચાર બેઠકો સહિત દેશની ૧૮ રાજ્‍યસભાની બેઠકોની ચુંટણી ૧૯ જુને : સવારે ૯ થી બપોરે ૪ સુધી મતદાનઃ સાંજે ૫ વાગ્‍યાથી મતગણતરી

નવી દિલ્‍હીઃ દેશભરની રાજ્‍યસભાની ૧૮ બેઠકો માટે ૧૯ જુને  મતદાન થશે. રાજ્‍યસભાની ૫૫ બેઠક એપ્રિલ મહિના સુધીમાં ખાલી થઇ રહી હતી. જેને  ધ્‍યાને લઇ ફેબ્રુઆરી મહિનામાં ચુંટણીપંચે ચુંટણીની તારીખો જાહેર કરી હતી. અગાઉ ૨૬ માર્ચે રાજ્‍યસભાની ચુંટણી યોજાનાર હતી પરંતુ લોકડાઉનને કારણે આ ચુંટણી ટાળી દેવામાં હતી. હવે ૧૮ બેઠકો માટે ૧૯મીએ જ્‍યાં  ચુંટણી યોજાનાર છે તેમાં આંધ્રપ્રદેશની ૪, ગુજરાતની ૪, ઝારખંડની ૨, મધ્‍યપ્રદેશની ૩, મણીપુરની ૧, મેઘાલયની ૧ અને રાજસ્‍થાનની ૩ બેઠકોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રાજ્‍યસભાની પપ બેઠકો માટે ચુંટણી યોજાનાર હતી પરંતુ ૩૭ બેઠકો ઉપર બિનહરિફ સભ્‍યો ચુંટાયા હતા.

(6:31 pm IST)