Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

૬૮ દિવસના લોકડાઉનમાં મોદી સરકાર લાવી ૯૪ ઓર્ડર

અંદાજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરરોજ ૧.૩ આદેશ જાહેર કર્યા

નવી દિલ્હી તા. ૧ : દેશમાં હાલ કોરોના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે તેના પ્રકોપને રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવાયું છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આદેશ અને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૬૮ દિવસના લોકડાઉનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રોજ અંદાજે ૧.૩ આદેશ આપ્યા છે. ગઇકાલે ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને લોકડાઉન સંબંધિત ૯૪ આદેશ, દિશાનિર્દેશ અને પત્ર બહાર પાડયો છે.

આ દરેક આદેશ આપદા પ્રબંધન અધિનિયમ ૨૦૦૫ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૦૪માં સુનામી આ કાયદાનો અધ્યાદેશ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે ૧૬ વર્ષમાં પહેલીવાર થયું હતું. એમએચએને નોડલ મંત્રાલય માનીને કાયદામાં પ્રથમવાર આપદા પ્રબંધન માટે એક કાયદાકીય માળખુ રજૂ કરાયું.

આપદા પ્રબંધન અધિનિયમ હેઠળ રાજ્ય, જિલ્લા પ્રાધિકરણ એમએચએ દ્વારા વ્યાપક દિશાનિર્દેશોના આધારે નિયમ બનાવી શકે છે. એમએચએએ ૨૪ માર્ચથી લગાવેલા પ્રતિબંધોને હટાવતા આદેશોનો વધુ એક સેટ જાહેર કર્યો છે. બીજીબાજુ ૩૦ જૂન ૨૦૨૦ માટે કન્ટેનમેન્ટ ઝોનના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન વધારાયું છે.

(3:51 pm IST)