Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજના શરૃઃ ૬૭ કરોડ લોકોને થશે ફાયદો

યોજનાનો ફાયદો એ થશે કે રેશનકાર્ડ કોઈપણ રાજયનું હોય પણ કોઈ પણ રાજયમાં ચાલશે

નવી દિલ્હી, તા.૧: ૬૭ કરોડ ગરીબ લોકોને માટે કેન્દ્ર સરકારની એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાનો ૧ જૂન ૨૦૨૦થી આજથી આખા દેશમાં ૨૦ રાજયોમાં શરૃં થઈ છે. યોજનાનો ફાયદો એ થશે કે રેશનકાર્ડ કોઈપણ રાજયનું હોય પણ કોઈ પણ રાજયમાં ચાલશે. કોઈ પણ રાશનની દુકાને કાર્ડ ચાલશે. તેનાથી હિજરતી મજૂરોને સૌથી મોટો ફાયદો થશે. જેમની પાસે આવું કાર્ડ ન હોય તેમને પણ ૫ કિલો અનાજ આપવામાં આવશે.

રેશનકાર્ડ ધારકોને ૫ કિલો ચોખા ૩ રૂપિયા પ્રતિ કિલો અને ઘઉં ૨ રૂપિયા પ્રતિ કિલોના દરે મળશે. આ કાર્ડ ૩ ભાષા સ્થાનિક ભાષા, હિન્દી કે અંગ્રેજીમાં આપવામાં આવશે. ૮ કરોડ હિજરતી મજૂરોને આનો લાભ મળશે. હિજરતી મજૂરો ૩૦ કરોડથી વધું છે. અનાજની કિંમત ૩૫૦૦ કરોડ રૂપિયા હશે. રાજય સરકાર તેનો અમલ કરશે. પ્રક્રિયા આગામી બે મહિના સુધી ચાલુ રહેશે.

યોજનાથી ભ્રષ્ટાચાર અને મોનોપોલી દૂર થશે, ગરીબોને અનાજ મળશે

બનાવટી રેશનકાર્ડને રોકવામાં પણ મદદ કરશે. બધા રેશનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અને પોઇન્ટ ઓફ સેલ, પીઓએસ મશીન દ્વારા અનાજ વિતરણ કરવાની સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે. ૮૫ ટકા આધારકાર્ડ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનો સાથે જોડાયેલા છે. ૨૨ રાજયોમાં ૧૦૦ ટકા પીઓએસ મશીન લગાવવામાં આવ્યા છે. સામાન્ય લોકો હવે કોઈ એક સસ્તા અનાજની - પીડીએસ દુકાન સાથે બંધાયેલાં નહીં હોય. દુકાન માલિકો પરની નિર્ભરતા ઓછી થશે. ભ્રષ્ટાચાર પણ ઓછો થશે.

(3:50 pm IST)