Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ચોમાસુ કેરળમાં બેસી ગયુ

હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત

કેરળના ૯ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર : લક્ષદ્વીપમાં છેલ્લા ૪ દિવસથી સતત વરસાદ ચાલુ

નવી દિલ્હી તા. ૧ : કેરળમાં ચોમાસુ આવું પહોંચ્યું છે . હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કેરળમાં પહોંચી ગયું છે. કેરલમાં ભારે વરસાદ સાથે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજયનાં ૯ જિલ્લાઓને યલો એલર્ટ જારી કરી દીધેલ છે. હવામાન વિભાગે કરેલનાં તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપુઝઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી દીધેલ છે.

(3:49 pm IST)