Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

જાણો છો હીરાના દાગીના જ નહીં, હીરાની કણનાં કપડાં પહેરી શકાય એવું ઝગમગતું ફેબ્રિક પણ મળે

નવી દિલ્હી, તા.૧: વિશ્વના અબજોપતિઓમાં આ કપડાં ફેવરિટ અને સ્ટેટસ સિમ્બોલ સમાન છે. સેન્ટ્રલ લંડનમાં અમીરોનાં કપડાં સીવતા ટેલર્સ સ્કેબલ ડાયમન્ડ ચિપ ફેબ્રિકસની ભલામણ કરે છે અને એવાં કપડાં રાખે પણ છે.

બેલ્જિયમની ટેકસટાઇલ કંપની સ્કેબલે ૨૦૦૧માં હીરાની રજકણો કપડાની અંદર જડીને એટલેકે ડાયમન્ડ ઇનફ્યુઝડ ફેબ્રિક તૈયાર કર્યું હતું. હીરાના સૂક્ષ્મ-માઇક્રોસ્કેપિક કણો જડીને આવું કપડું વણવાની પદ્ઘતિ ટાઙ્ખપ સીક્રેટ છે. જોકે સમય વીતતાં સ્કેબલ કંપનીએ તેનાં કપડાંમાં ૨૪ કેરેટ સોનું, પ્લેટિનમ અને કીમતી રત્નો જડવાનું પણ શરૂ કર્યું હતું. વિશ્વના અબજોપતિઓમાં આ કપડાં ફેવરિટ અને સ્ટેટસ સિમ્બોલ સમાન છે. સેન્ટ્રલ લંડનમાં અમીરોનાં કપડાં સીવતા ટેલર્સ સ્કેબલ ડાયમન્ડ ચિપ ફેબ્રિકસની ભલામણ કરે છે અને એવાં કપડાં રાખે પણ છે. ૧૫૦ સુપર મરીનો વુલ, સિલ્ક અને હીરાનો ભૂકો ડાયમન્ડ ચિપ ફેબ્રિકસ બનાવવામાં વપરાય છે. એ કપડું ઓનલાઇન ફઙ્ખબ્રિક રીટેલર ૫૫,૦૦૦થી ૫૬,૦૦૦ રૂપિયે મીટર વેચે છે. સારો ડ્રેસ સીવવા માટેનું કપડું ૨૦૧૧માં સાડા છ લાખ રૂપિયાની આસપાસના ભાવે વેચાતું હતું. આજે એનો ભાવ સાડાસાતથી આઠ લાખ રૂપિયા પર પહોંચ્યો છે.

(2:56 pm IST)