Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

યુવા હૈયાઓમાં અનેરૂ સ્થાન મેળવી ચુકેલા વાજીદની જિંદગીની સફરનો ઓચિંતો અંત સંગીત પ્રેમીઓને આઘાત આપી ગયો

તેરી જવાની બડી, હટા સાવન કી ઘટા,આજા સોણીયે, હુડ હુડ દબંગ, ચિંતા તા ચીતા ચીતા, આ રે પ્રિતમ પ્યારે, ફેવીકોલ સે, મુન્ના બદનામ હુઆ, ડુ વોન એ પાર્ટનર, જલવા તેરા જલવા, સોની દે નખરે સોણે લગદે, ગોવિંદા આલા રે... : ૧૯૯૮માં સલમાન ખાને તક આપી પછી ભાઇ સાજીદ સાથે મળી વાજીદે બોલીવૂડમાં ટોચનું સ્થાન મેળવ્યું'તું :સારેગામાપામાં મેન્ટર તરીકે કામ કર્યુ'તું, બિગ બોસ, આઇપીએલ માટે પણ સંગીત આપ્યું હતું

. 'તેરી જવાની બડી, હટા સાવન કી ઘટા,આજા સોણીયે, હુડ હુડ દબંગ, ચિંતા તા ચીતા ચીતા, આ રે પ્રિતમ પ્યારે, ફેવીકોલ સે, મુન્ના બદનામ હુઆ, ડુ વોન એ પાર્ટનર, જલવા તેરા જલવા, સોની દે નખરે સોણે લગદે, ગોવિંદા આલા રે'...આ અને આવા બીજા અનેક હિટ ગીતો સાંભળતા જ એક નામ સામે આવી જાય અને એ છે સાજીદ-વાજીદ. બોલીવૂડની સુપ્રસિધ્ધ સંગીતકાર બેલડી અચાનક ઓચિંતી ખંડિત થઇ જતાં અનેક સંગીતપ્રેમીઓ અને બોલીવૂડની સેલિબ્રિટીઝે શોક અનુભવ્યો છે. સંગીતકાર જોડીના બે ભાઇઓમાંથી વાજીદખાનનું નિધન થયું છે. તેણે ભાઇ સાજીદખાન સાથે મળી અનેક હિટ ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત અમુક સુપરહિટ ગીતોમાં પોતાનો સ્વર પણ આપ્યો હતો.

વાજીદખાનના નિધનથી બોલીવૂડના સિતારાઓ અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, રાહત ફતેહઅલી ખાન, વરૂણ ધવન, શંકર મહાદેવન, સોનુ નિગમ સહિતે સોશિયલ મિડીયા પર શોક દર્શાવ્યો હતો. ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ૧૯૯૮માં જન્મેલા વાજીદખાનના પિતા ઉસ્તાદ શરાફતઅલી ખાન ખુબ સારા તબલાવાદક છે. આથી સંગીતના ગુણ વાજીદના લોહીમાં જ હતાં.  વાજીદે ભાઇ સાજીદ સાથે મળી બોલીવૂડમાં નસિબ અજમાવવા પ્રયાસ કર્યો હતો. ૧૯૯૮માં બંને ભાઇઓને સલમાન ખાને પોતાની ફિલ્મ પ્યાર કિયા તો ડરના કયા માટે કામ આપ્યું હતું. પહેલી જ ફિલ્મમાં તેણે આ જોડીએ પોતે બોલીવૂડ માટે જ બન્યા છે અને કંઇક અલગ જ સંગીત આપી શકે તેમ છે તેવી ક્ષમતા સાબિત કરી બતાવી હતી. એ પછી તેની કારકિર્દીની ગાડી સુપરડુપર સ્પીડથી આગળ વધવા માંડી હતી.

વાજીદે ભાઇ સાજીદ સાથે મળી સુપરહિટ ગીતો બોલીવૂડને સંગીતકાર તરીકે આપ્યા છે. તો સાથો સાથ ગાયક તરીકે પણ સફળતા મેળવી હતી. સલમાન ખાનની દબંગ અને જય હો તથા અક્ષય કુમારની રાઉડી રાઠોડ તથા બીજી ફિલ્મોમાં વાજીદે ગાયેલા ગીતો સુપરહિટ અને યુવાઓને ડોલાવે તેવા બન્યા હતાં. કારકિર્દીના પ્રારંભે સલમાન ખાન સાથે કર્યા પછી સાજીદ-વાજીદે સોનુ નીગમના આલ્બમ દિવાનામાં કામ કર્યુ હતું. જેના તમામ ગીત સુપરહિટ હતાં. એ પછી સલમાનની જ હેલ્લો બ્રધરમાં હટા સાવન કી ઘટા જેવા ગીતથી ઓળખ મળી હતી.

રિયાલીટી શો સારેગામાપા સિંગીંગ સુપરસ્ટાર, સારેગામાપા ૨૦૧૨માં પણ મેન્ટર તરીકે કામ કર્યુ હતું. બિગ બોસ-૪ અને બિગ બોસ-૬ના ટાઇટલ ટ્રેકનું સંગીત પણ તેણે આપ્યું હતું. સાજીદ સાથે મળી આઇપીએલ સિઝન-૪નું ગીત ધૂમ ધૂમ ધૂમ  ધડાકા પણ તેણે આપ્યું હતું. વાજીદખાનની ઓચિંંતી વિદાય તેના અસંખ્ય ચાહકોને આંચકો આપી ગઇ છે. ખુદા તેમને જન્નત બક્ષે તેવી સોૈ દૂઆ ફરમાવી રહ્યા છે.

(2:55 pm IST)