Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વિશ્વમાં ૧૩-૧૫ વર્ષ વચ્ચેના ૪ કરોડ બાળકો તમાકુનું સેવન કરે છેઃ WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કિશોરોમાં તમાકુ સેવનનું પ્રમાણ વધતાં ચિંતા વ્યકત કરીઃ જાહેરાતો પર વર્ષે ૯ અબજ ડોલરનો ખર્ચ

સંયુકત રાષ્ટ્ર, તા.૧: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે ૧૩ થી ૧૫ વર્ષની વય ધરાવતા ૪૦ મિલિયનથી વધુ બાળકો તમાકુ ઉત્પાદકોનું સેવન કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે યુવાનોને ટાર્ગેટ કરવા માટે પોતાની તમાકુ પ્રોડકટની જાહેરાત માટે તમાકુ ઉદ્યોગ પ્રતિ વર્ષ નવ અબજ ડોલરનો ખર્ચ કરે છે. સંયુકત રાષ્ટ્રની એજન્સીએ રવિવારને વિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસને ચિહ્રિનત કરવા માટે કિશોરીની વચ્ચે જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)એ કહ્યું કે વર્ષ ૧૩ થી ૧૫ વર્ષના ૪ કરોડથી વધુ કિશોરો પહેલાંથી જ તમાકુનો ઉપયોગ કરી રહ્યા છે. સંગઠને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક કિટ લોન્ચ કરી છે, જેથી તેમને તમાકુ ઉદ્યોગની માર્કેટિંગ રણનીતિ અંગે જણાવી શકાય. એજન્સીએ કહ્યું કે, પ્રતિ વર્ષ તમાકુ ઉદ્યોગ પોતાની પ્રોડકટની આકર્ષક જાહેરાત માટે ૯ અબજ અમેરિકી ડોલરનો ખર્ચ કરે છે. ઝડપથી, આ ૮ મિલિયન લોકો સુધી પહોંચવા માટે નિકોટીન અને તમાકુ ઉત્પાદકોની સાથે યુવા લોકો આકર્ષવામાં આવે છે, જે ચિંતાનો વિષય છે.

વૈશ્વિક મહામારી કોરોના પ્રકોપ દરમિયાન પણ તમાકૂ અને નિકોટીનનો ઉદ્યોગ પોતાની પ્રોડકટને આગળ વધારી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યુ કે નશાયુકત તમાકૂ જેવા પદાર્થો લોકોની કોરોના વાયરસ સામે લડવાની ક્ષમતા કે શકિત ઓછી કરે છે. ડબલ્યુએચઓમાં હેલ્થ પ્રમોશન ડાયરેકટરે કહ્યું કે યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે એ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ધૂમ્રપાન કરનાર ૧૦ પૈકી ૯ લોકો ૧૦ વર્ષની વય પહેલાં જ તેનું સેવન શરુ કરી દે છે. આપણે તમાકૂ ઉદ્યોગની ભ્રામકતાની વિરુદ્ઘમાં યુવાનોને જ્ઞાન પ્રદાન કરી શકીએ છીએ અને તેના થકી યુવાનોમાં જાગૃતિ લાવી શકીએ છીએ.

૧૩ થી ૧૭ વર્ષના બાળકોમાં તમાકુ પ્રોડકટની આદતો રોકવા માટે એજન્સીએ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતી રણનીતિ પર પ્રકાશ નાખ્યો છે. આ રણનીતિમાં કહેવાયું છે કે ઇ-સિગારેટ અને હુક્કા પાઈપના ધૂમ્રપાનની માર્કેટિંગ પારંપરિક સિગરેટના સુરક્ષિત વિકલ્પના રુપમાં કરવામાં આવે છે. પરંતુ, આ ઇ-સિગરેટ હાનિકારક છે અને નશાની આદત છે.  એટલા સુધી કે ઇ-સિગરેટ હૃદય અને ફેંફસાની બીમારીના વિકાસમાં જોખમ વધારે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એ પણ ઉલ્લેખ કર્યો કે તમાકૂની ૧૫૦૦૦ જેટલી સ્વાદયુકત પ્રોડકટ છે, જે બબલ ગમ કે કેન્ડીના રુપમાં વેચવામાં આવે છે, આ તમાકુયુકત અનોખી ચીજો યુવાનોમાં ખાસ આકર્ષણ પેદા કરે છે. બાદમાં જીવનમાં ગંભીર નિકોટીનના બંધાણી થવાની શકયતા વધી જાય છે. તમાકૂ ઉદ્યોગ યુવાનો સુધી પહોંચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ટીકટોક વગેરે પર જાહેરાતો કરે છે. પરંતુ વર્લ્ડે હેલ્થ ઓર્ગેનાઈઝેશને ટીકટોક પર ટોબેકો-એકસ્પોઝડ નામે અભિયાન શરું કર્યું છે. આ અભિયાનનું યુટયુબે સહિતના પ્લેટફોર્મેોએ સ્વાગત કર્યું છે. આ થકી યુવાનોમાં ટોબકો પ્રોડકટથી દૂર રહેવાની જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય છે.

(2:53 pm IST)