Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ઈમરાન ઉપર અંકુશ કે રવાનગીની તૈયારી?

પાકિસ્તાની લશ્કરે ટીવી અને માહિતી-પ્રસારણ મંત્રાલય ઉપર કબ્જો કર્યો : બાજવા આકરા પાણીએ : ક્રિકેટર શાહિદ આફ્રિદીને ઈમરાનના સ્થાને બેસાડવા હિલચાલ?

 પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પાકિસ્તાન ટેલિવિઝનને સૈન્યએ કબજામાં લઈ લીધું છે. આનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાન આર્મી દ્વારા સ્ટેમ્પ મારવામાં આવશે તે જ લખવામાં આવશે અને પાકિસ્તાનના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં બતાવવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ અને નાણાં મંત્રાલયના તમામ નિર્ણયો પહેલેથી જ આર્મી ચીફ જનરલ બાજવાની ઇચ્છાથી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં કોરોના લોકડાઉન હોય કે લો એન્ડ ઓર્ડર, બધું જનરલ બાજવાની ઈચ્છા મુજબ ચાલી રહ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાનમાં ઇમરાનખાનના હાથથી સત્ત્।ા ખૂબ ઝડપથી સરકી રહી છે ચર્ચાતી વિગતો મુજબ ક્રિકેટર શાહિદ આફ્રિદીને ઈમરાનની જગ્યાએ લશ્કર બેસાડવા માગે છે : તેણે તાજેતરની એક સભામાં નરેન્દ્રભાઈ વિશે બેફામ ઉચ્ચારણો કર્યા હતા.

(2:53 pm IST)