Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ભારતમાં કોરોનાથી પ્રતિ ૧૦ લાખે ૩૩.ર લોકો સંક્રમિત થયા

નવી દિલ્હી : ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) દ્વારા લેબોરેટરી મોનિટરિંગ ડેટાના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના હુમલાનો દર ૦.૦૦૩૩૨ ટકા છે. મતલબ કે ભારતમાં પ્રતિ મિલ્યન (૧૦ લાખ) લોકોએ ૩૩.ર લોકો સંક્રમિત છે. આ આંકડો અન્ય દેશોમાં હુમલાના દરથી ખૂબ જ ઓછો છે.

યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ પ્રમાણે અમેરિકામાં આ દર ૦.૨૫ર૩  ટકા, ફ્રાંસમાં ૦.૩૩૬૪ ટકા, બ્રિટનમાં ૦.૧૯૬૨ ટકા અને કેનેડામાં ૦.૦૮૯૯ ટકા છે. આઇસીએમઆર-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના વૈજ્ઞાનિક ડોકટર તરણ ભટનાગરે જણાવ્યું કે આ વિશ્લેષણ વિભિન્ન આઇસીએમઆર પ્રયોગશાળાઓના આંકડાઓ પર આધારિત અને વ્યાપક છે.

પ્રી-પ્રિન્ટ અભ્યાસમાં ભારતે રર જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ દરમ્યાન ૧.૦૨ મિલ્યનથી વધુ લોકોનું પરીક્ષણ કર્યુ તેમ જણાવાયું છે. અભ્યાસ પ્રમાણે કોરોનાના હુમલાનો દર ૫૦થી ૬૯ વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં સૌથી વધુ ૬૩.૩ (પ્રતિ ૧૦ લાખ) અને ૧૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવનારાઓમાં સૌથી ઓછો ૬.૧ (પ્રતિ ૧૦ લાખ) છે. (૨૫.૮)

(2:10 pm IST)