Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કેરલમાં ચોમાસુ પહોંચ્યું :9 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર

કેરલનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ શરુ : લક્ષદ્રીપમાં છેલ્લાં ચાર દિવસોથી સતત વરસાદ

નવી દિલ્હી : કેરલમાં ચોમાસુ આવું પહોંચ્યું છે . હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે કેરલમાં પહોંચી ગયું છે. કેરલમાં ભારે વરસાદ સાથે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યનાં 9 જિલ્લાઓને યલો એલર્ટ જારી કરી દીધેલ છે. હવામાન વિભાગે કરેલનાં તિરૂવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપુઝ્ઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરી દીધેલ છે.

કેરલનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થઇ ગયો છે જેને લીધે તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર તિરૂવનંતપુરમમાં દિવસનું તાપમાન 25 ડિગ્રી સુધી ચાલ્યું ગયું છે. કેરલનાં દક્ષિણ કિનારાનાં વિસ્તારો અને લક્ષદ્રીપમાં છેલ્લાં ચાર દિવસોથી સતત વરસાદ થઇ રહ્યો છે.

 હવામાન વિભાગે શનિવારનાં રોજ આને ચોમાસાં પહેલા વરસનારો વરસાદ કહ્યો હતો. જ્યારે હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઇમેટે એવો દાવો કર્યો હતો કે દક્ષિણ-પશ્ચિમી ચોમાસાંએ કેરલનાં કિનારા પર દસ્તક દઇ દીધું છે. જો કે, ભારતીય હવામાન વિભાગે સ્કાઇમેટનાં દાવાઓને ખારીજ કરતા કહ્યું હતું કે, હાલમાં પરિસ્થિતિઓ આવી જાહેરાત કરવા અનુકૂળ નથી.

(1:45 pm IST)