Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

" નર્સ દયાની દેવી ' : કોલકત્તાની આર જી.મેડિકલ હોસ્પિટલની નર્સ ઉમા અધિકારીએ પેશ કરી માનવતાની મિશાલ : તાજા જન્મેલા બાળકને તેની માતા સ્તનપાન કરાવી શકતી નહીં હોવાથી પોતે કરાવ્યું : પોતાના 8 માસના બાળકને ઘેર મૂકી નોકરી ઉપર આવી હતી

કોલકત્તા : કોલકાત્તામાં આવેલી આર જી કર એન્ડ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની નર્સ ઉમા અધિકારીએ માનવતાની મિશાલ પેશ કરી નર્સ દયાની દેવી છે તે બાબત પુરવાર કરી બતાવી છે.જે મુજબ હોસ્પિટલમાં દાખલ થયેલી એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.પરંતુ તે પોતાના બાળકને સ્તનપાન કરાવવા શક્તિમાન નહોતી તેથી રડી રહેલા ભૂખ્યા બાળકની દયા આવતાં આ નર્સે રડી રહેલા બાળકને સ્તનપાન કરાવ્યું હતું
આ નર્સને 8 માસનું બાળક છે જેને પોતાના પતિ પાસે ઘેર મૂકી તે નોકરી કરવા જાય છે.તે દરમિયાન ઉપરોક્ત ઘટના બની હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:25 pm IST)