Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોનાથી એટલો જલ્દી છુટકારો નહિ મળેઃ હર્ડ ઇમ્યુનીટી સુધી પહોંચવા કોરોના વાયરસની વૈશ્વિક ટકાવારી ઘણી દુર

કોરોના વાયરસને હજુ દુનિયામાં લાંબી મઝલ કાપવાની બાકી છે. કોરોનાને ભગાવવા માટે હર્ડ ઇમ્યુનીટી જ  વધુ કારગર નિવડી શકે તેવું દુનિયાભરના સંશોધકોનું કહેવું છે. આ વચ્ચે કોરોના વાયરસ સંક્રમણના વૈશ્વિક આંકડાઓ જોઇએ તો હર્ડ ઇમ્યુનીટી સુધી પહોંચવા આ ટકાવારી ઘણી ઓછી છે. સમગ્ર વિશ્વમાં વાયરસથી કેેટલા લોકો ચેપગ્રસ્ત બન્યા છે તેનો સચોટ અંદાજ હજુ મળી રહયો નથી. હર્ડ ઇમ્યુનીટીની સાદી વ્યાખ્યા કરીએ તો 'ટોળાની રોગ પ્રતિકારક શકિત' તરીકે થઇ શકે.

 વિશ્વભરમાં હજુ કોવીડ-૧૯ (કોરોના વાયરસ)ને નાથવા કોઇ અસરકારક વેકસીન કે રસી શોધી શકાય નથી. ત્યારે રશીયા અને અમેરીકાના કેલીફોર્નીયા સ્ટેટની કેટલાક અંશે સફળ ગણાવાયેલી હર્ડ ઇમ્યુનીટીને જ આખરી રસ્તા તરીકે જોવામાં આવી રહી છે.

હર્ડ ઇમ્યુનીટી એટલે કોરોના જેવા ચેપી વાયરસની મહામારી સામે લડવા વ્યકિતગત રોગ પ્રતિકારક શકિતને વધુ મજબુત બનાવવાની રણનીતી. જેમ જેમ  વધુ લોકો આ વાયરસના સંક્રમણનો ભોગ બને અને તેમની રોગ પ્રતિકારક શકિતના બળે શરીરમાં એન્ટીજન  સર્જાય એટલે વ્યકિત ચેપની ચેઇન તોડે. એટલે કે ચેપને આગળ જતો અટકાવે.

તજજ્ઞોનું કહેવું છે કે, ૬૦ થી ૮૦ ટકા લોકો વાયરસથી સંક્રમીત થઇ તેમાંથી બહાર આવે ત્યારે હર્ડ ઇમ્યુ઼નીટી સુધી પહોંચી શકાય અને વાયરસ ફેલાતો અટકી જાય. પરંતુ હર્ડ ઇમ્યુનીટીના કેટલાક જોખમો પણ રહેલા છે. જેમની રોગ પ્રતિકારક શકિત ઓછી છે તેવા નબળી તંદુરસ્તી ધરાવતા લોકો અને વૃધ્ધોનો ભોગ આમા વધુ  લેવાય છે. દુનિયાભરના તજજ્ઞો પાસે વાયરસનો કોઇ ઇલાજ નથી ત્યારે બીજો કોઇ વિકલ્પ પણ નથી.

કેટલાક દેશો ખાસ કરીને સ્વીડન અને બ્રિટને વાઇરસ સામે લોકોમાં પ્રતિરક્ષા ઉભી કરવાનો વ્યુહ અપનાવ્યો છે પરંતુ તાજેતરનો અભ્યાસ સુચવે છે કે લોકડાઉન પીરીયડ સીમીત રાખવા છતાં આ દેશોમાં વાઇરસનું સંક્રમણ ૭ થી ૧૭ ટકાના દરે જ પહોંચ્યું છે. આમ સંક્રમણની ગતી ધીમી છે ત્યારે હર્ડ ઇમ્યુનીટીના સ્ટેજે (૬૦ થી ૮૦ ટકા સંક્રમણ) પહોંચવાનું ઘણંુ દુર છે.

ન્યુયોર્ક સીટી( ર જી મેની સ્થિતિએ)

૧૯.૯ ટકા એન્ટીબોડીઝ

લંડન (ર૧ મી મે)

૧૭.પ ટકા એન્ટીબોડીઝ

મેડ્રીડ (૧૩ મે)

૧૧.૩ ટકા એન્ટીબોડીઝ

વુહાન (પાછા ફરેલા કામદારો) ર૦ એપ્રિલ

૧૦. ટકા એન્ટીબોડીઝ

બોસ્ટન (૧પ મી મ)

 ૯.૯ ટકા એન્ટીબોડીઝ

સ્ટોકહોમ (ર૦ મે)

૭.૩ ટકા એન્ટી બોડીઝ

બારસેલોના ( ર૦ મે)

૭. ૧ ટકા એન્ટીબોડીઝ

(નોંધઃ- ઉલ્લેખનીય છે કે ઉપરોકત સર્વેના આંકડા ઉતમ માહીતી મુજબના છે પરંતુ ચોક્કસ નથી અને જયાં કોરોના વાઇરસનું ઇન્ફેકશન ઓછુ છે ત્યાં કદાચ આ આંકડો ઓવર એસ્ટીમેટેડ હોઇ શકે છે.)

દુનિયાના વધુમાં વધુ અસરગ્રસ્ત શહેરોનો અભ્યાસ જોઇએ તો પણ અહિંયાની મોટી વસ્તીને હજુ રોગ સંક્રમીત કરી શકયો નથી માટે એમ કહી શકાય કે, દુનિયામાં હજુ હર્ટ ઇમ્યુનીટીના સ્તરે પહોંચવા સુધી રોગનો ફેલાવો થયો નથી.

ડો.મીનાએ જણાવ્યું કે, અમારી પાસે સુરક્ષીત સ્થિતિ નિર્માણ કરવાનો ટુંકો રસ્તો કોઇ નથી. જયાં સુધી વાઇરસ ફરી પ્રબળ બને અને તેના ફેલાવાની ગતી વધે ત્યારે જ હર્ડ ઇમ્યુનીટી એન્ટી બોડીઝ બને અને વાઇરસ માટે ફેલાવાનો કોઇ રસ્તો ન રહે. એક વખત સંક્રમણનો ભોગ બની ચુકેલી વ્યકિત ફરીથી સંક્રમીત થઇ શકતી નથી ત્યારે રોગ પ્રતિકારક શકિત સમુહમાં પ્રબળ બનાવી વાઇરસનો સામનો કરી દુનિયા કેટલા સમયમાં કોરોનાને મ્હાત આપી શકે તે કહેવું આ તબક્કે મુશ્કેલ છે.

(12:18 pm IST)