Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પતંજલિ આયુર્વેદે લોકો પાસે માંગ્યા ૨૫૦ કરોડ રૂપિયાઃ ૩ મિનિટમાં મળી ગયા

હરિદ્વાર મેઈન ઓફિસવાળી કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર પૂંજી એકત્ર કરવા માટે બોન્ડ બજારનો સહારો લીધો છે

નવી દિલ્હી, તા.૧: બાબા રામદેવના નેતૃત્વવાળા પતંજલિ આયુર્વેદે બોન્ડ માર્કેટના નિવેશકો પાસે ૨૫૦ કરોડ રૂપિયા માંગ્યા હતા. કંપનીને નિવેશકો પાસેથી ૩ મિનિટની અંદર જ ૨૫૦ કરોડ રૂપિયા મળી ગયા. પતંજલિ આયુર્વેદે અસલમાં ૨૫૦ કરોડ રૂપિયાના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જાહેર કર્યા હતા. જેને નિવેશકોએ હાથોહાથ લઈ લીધા અને ૩ મિનિટની અંદર જ કંપનીના આ ડિબેમ્ચર્સ પૂર્ણરીતે સબસ્ક્રાઈબ્ડ થઈ ગયા.

હરિદ્વાર મેઈન ઓફિસવાળી કંપની પતંજલિ આયુર્વેદે પહેલીવાર પૂંજી એકત્ર કરવા માટે બોન્ડ બજારનો સહારો લીધો છે. બ્રિકવર્કે આ ડિબેન્ચરને AAનું રેટિંગ પણ આપ્યું હતું, જે સારું માનવામાં આવે છે. તેને શેરબજારમાં લિસ્ટેડ કરવામાં આવશે. આ ગુરુવારે ડિબેન્ચર્સ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ Reliance Industries, Tata steel, HDFC ÚõoÀ, Mahindra & Mahindra જેવી ઘણી કંપનીઓએ બોન્ડ બજારમાંથી પૈસા એકત્ર કર્યા છે.

નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એક એવું નાણાકીય સાધન છે, જે કંપનીઓ લોંગ ટર્મની પૂંજી ભેગી કરવા માટે જાહેર કરવામાં આવે છે. તેની અવધિ ફિકસ હોય છે, આથી તે એફડી જેવા હોય છે, પરંતુ તે શેર માર્કેટમાં સૂચિબદ્ઘ થાય છે, આથી તેમાંથી બહાર નીકળવું એટલે કે વેચવું સરળ હોય છે. તેના પર વ્યાજ પણ ૧૦ ટકા અથવા તેના કરતા વધુ મળે છે. નોન કન્વર્ટેબલનો મતલબ એ છે કે, આ ડિબેન્ચરને શેરોમાં બદલીના શકાય.

પતંજલિના પ્રવકતા એસ. કે. તિજારાવાલએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીની વચ્ચે આયુર્વેદ આધારિત ઉત્પાદોના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. પરંતુ કોરોના વાયરસના કારણે મેન્યુફેકચરિંગથી લઈને વિતરણ સુધીની સપ્લાઈ ચેનમાં અવરોધ આવે છે. તેમણે કહ્યું કે, અમે આ ફંડ એટલા માટે ભેગું કરી રહ્યા છે જેથી પોતાની સપ્લાઈ ચેનને મજબૂત કરી શકાય અને મેન્યુફેકચરિંગથી લઈને ડિસ્ટ્રિબ્યૂશન સુધીની પ્રક્રિયાને સહજ બનાવી શકાય.

પતંજલિ આયુર્વેદ હાલના વર્ષોમાં FMCGના પ્રમુખ કંપની તરીકે ઊભરી છે. કંપનીએ કહ્યું છે કે, નોન કન્વર્ટેબલની પરિવપકવતાની અવધિ ત્રણ વર્ષ હશે અને તેના પર ૧૦.૧૦ ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. ગત વર્ષે ડિસેમ્બરમાં પતંજલિ આયુર્વેદે દિવાલિયા થઈ ચુકેલી સોયાનું ૪૩૫૦ કરોડ રૂપિયામાં અધિગ્રહણ પૂરું કર્યું હતું. દિવાલિયા પ્રક્રિયામાં પતંજલિએ સોયા ખાદ્ય બ્રાન્ડ ન્યુટ્રિલા બનાવનારી આ કંપનીનું અધિગ્રહણ કર્યુ.

(12:14 pm IST)