Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

લોકડાઉનઃ સેકસ વર્કરોની સૌથી મોટી વસ્તીમાં ભુખમરાની સ્થિતિ

ખાવા માટે કંઈ જ નથી બચ્યું અને જો આ પરિસ્થિતિ હજુ વધુ લાંબા સમય સુધી બની રહેશે તો તેમના બાળકો ભૂખથી જ મરી જશે

ઢાકા, તા.૧: નોડી માત્ર ૧૪ વર્ષની હતી, જયારે તેને વેશ્યૂવૃત્ત્િ।માં ધકેલી દેવામાં આવી હતી. પરીણિત અને એક બાળકની માતા પોતાના પતિની શોધમાં ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી, જે પૂર્વી બાંગ્લાદેશનો એક નામચીન જુગારી હતો. ત્યારે એક ડ્રાયવરે તકનો ફાયદો ઉઠાવતા મદદના બહાને દુનિયાની સૌથી મોટી સેકસ વર્કર્સની વસ્તી દૌલતદિયા (બાંગ્લાદેશ)માં તેને વેચી દીધી. નોડીએ જણાવ્યું, તે વ્યકિતએ મને ફોસલાવીને તેની જાળમાં ફસાવી લીધી હતી. વેશ્યાવૃત્તિના ધંધામાં ગ્રાહક તેને તેના પહેલા નામ નોડીથી ઓળખવા માંડ્યા. નોડીએ જણાવ્યું કે, તેના પતિ અને દ્યરના સભ્યોએ તેને એકવાર શોધી પણ કાઢી હતી, પરંતુ સેકસ વર્કરનું કલંક લાગ્યા બાદ તેને કોઈ સાથે લઈ જવા માટે તૈયાર નહોતું.

આશરે ૧૦ વર્ષ સુધી આ વ્યવસાય કર્યા બાદ તેને ત્યાંથી છુટકારો મળ્યો, જયારે તેને કોઈ અન્ય જગ્યાએ વેચી દેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનને પગલે ૨૫ વર્ષની નોડી આજે ભૂખમરા સામે લડી રહી છે. નોડીએ કહ્યું, કોરોના વાયરસના કારણે આજે અમે મોટા સંકટમાં છીએ. અમારી પાસે કોઈ કામ નથી. બાંગ્લાદેશમાં માર્ચના અંતમાં લોકડાઉન લાગુ થયું હતું. જોન હોપકિંસ યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર, આજે દેશમાં કોરોનાના ૩૬૦૦૦ કરતા વધુ મામલા છે, જેમાંથી ૫૦૦ કરતા વધુ લોકોના મોત થઈ ચુકયા છે.

લોકડાઉનના કારણે અહીં વ્યાપાર અને પરિવહન સંપૂર્ણરીતે ઠપ્પ થઈ ગયું છે. સરકારે તમામ વેશ્યાલયો બંધ કરી દીધા છે અને હવે અહીં ગ્રાહકોને જવાને પરવાનગી નથી. વેશ્યાવૃત્તિને અહીં વર્ષ ૨૦૦૦માં લીગલ રાઈટ મળ્યા હતા, પરંતુ લોકો આજે પણ તેને ખરાબ નજરે જુએ છે. અમારું વેશ્યાલય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશી ચેરિટી મુકિત મહિલા સમિતિના એકઝીકયુટિવ ડાયરેકટર મોરિજીના બેગમે જણાવ્યું, બહારથી આવનારા કોઈપણ ગ્રાહકને અહીં જવાની પરવાનગી નથી. હવે સેકસ વર્કર્સની પાસે કમાણીનું કોઈ સાધન બચ્યું નથી.

એક સમય સુધી પોતે પણ સેકસ વર્કર રહી ચુકેલી બેગમે જણાવ્યું, સરકાર, પોલીસ, લોકલ એનજીઓ સહિત તેમનું સંગઠન આ મહિલાઓ સુધી દરેક સંભવ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, વેશ્યાલયોમાં રહેતી દ્યણી મહિલાઓનું કહેવું છે કે, તેમની આ મદદ પૂરતી નથી. ૧૨ એકરની જગ્યામાં આજે આશરે ૧૫૦૦ મહિલાઓ અહીં ફસાઈ છે. જે ઝૂંપડા, સાંકડી ગલી, નાની દુકાનો અને ખુલ્લી ગટરથી દ્યેરાયેલી છે. જેમાંથી દિવસ-રાત દુર્ગધ આવતી રહે છે. આમાંથી કેટલીક ગર્ભવતી મહિલાઓએ વેશ્યાલયોમાં જ નવજાત શિશુઓને જન્મ આપ્યો છે.

અહીં પરિસ્થિતિ એટલી ખરાબ ઊભી થઈ છે કે, તેમની પાસે ખાવા માટે કંઈ જ નથી બચ્યું અને જો આ પરિસ્થિતિ હજુ વધુ લાંબા સમય સુધી બની રહેશે તો તેમના બાળકો ભૂખથી જ મરી જશે.

(12:13 pm IST)