Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કોરોના સંક્રમણ પ૦ થી પ૯ના વયના જુથમાં સૌથી વધારે

કોરોના એટેક રેટ યુવાઓ અને વૃધ્ધોમાં લગભગ સરખોઃ આઇસીએમઆરનો અભ્યાસ

નવી દિલ્હી તા.૧ : દેશમાં ૬૩ ટકા મોત બુઝુર્ગોના થયા છે. યુરોપમાં ટકાવારી તેનાથી પણ વધારે છે. એટલે એવું માનવામાં આવ્યું કે આ રોગ વૃધ્ધોનો છે.પણ આઇસીએમઆરના નવા આંકડાઓ દર્શાવે છે કે દેશમાં જુવાનીઓમાં આ રોગ  પગપેસારો કરી રહયો છે. યુવાઓમાં આ રોગના સ઼ક્રમણનો દર (એટેક રેટ) સારો એવો છે.

આઇસીએમઆરએ દસ લાખ ટેસ્ટના આધારે આ નિષ્કર્ષ કાઢયો છે. તેના અનુસાર દેશમાં યુવાઓમાં પણ સંક્રમણ ઘણુ બધુ થયુ છે. યુવાઓ અને વૃધ્ધોમાં કોરોના એટેક રેટમાં બહુ ફેર નથી. રિપોર્ટ અનુસાર ર૦-ર૯ વર્ષના વય જુથમાં દર દસ લાખે કોરોના એટેક રેટ ૪૦.પ નોંધવામાં આવ્યો. જયારે ૩૦-૩૯ વય જુથમાં ૪૮.૬, ૪૦-૪૯માં પ૦.૧ અને પ૦.પ૯માં સૌથી વધુ એટલે કે ૬૪.૯ નોંધાયો હતો. ૬૦ વર્ષથી વધુ વયના લોકોને દુનિયાભરમાં આ રોગ માટે સૌથી વધારે જોખમ હોવાનું દુનિયાભરમાં મનાયુ હતુ. પણ ભારતના આંકડા કંઇક અલગ સંકેત આપે છે.

૬૦-૬૯ વય જુથમાં કોરોના એટેક રેટે અપેક્ષા કરતા ઓછો ૬૧.૮, ૭૦.૭૯માં પ૩.ર તથા ૮૦ થી વધુ વયમાં ૪૦.૯ જોવા મળ્યો. જો ર૦ વર્ષથી ઓછી વયમાં કોરોના એટેક રેટ જોઇએ તો ૧૦-૧૯માં ૧ર.૯ અને ૧૦ વર્ષથી ઓછી વયમાં ૬.૧ જોવા મળ્યો હતો. મહાવીર મેડીકલ કોલેજના કોમ્યુનીટી મેડીસીન વિભાગના ડાયરેકટર  ડો. જુગલ કિશોરનું કહેવુ છે કે તેમ છતાં મોતનું જોખમ મોટી ઉંમરના લોકોમાં જ હંમેશા વધારે રહેશે.

સંક્રમિત

૧,૯૦,૭૯૧

સ્વસ્થ

૯૧,૮૫૫

મૃત્યુઆંક

૫૪૦૮

 

ટોપ ૧૦ રાજ્યો

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

મહારાષ્ટ્ર

૬૭,૬૫૫

૨૨૮૬

ગુજરાત

૧૬,૭૯૪

૧૦૩૮

તામિલનાડુ

૨૨,૩૩૩

૧૭૬

દિલ્હી

૧૯,૮૪૪

૪૭૩

રાજસ્થાન

૮૮૩૧

૧૯૫

મધ્યપ્રદેશ

૮૦૮૯

૩૫૦

ઉત્તરપ્રદેશ

૮૦૭૫

૨૧૭

આંધ્રપ્રદેશ

૩૫૭૧

૬૨

પ.બંગાળ

૫૫૦૧

૩૧૭

પંજાબ

૨૨૬૩

૪૫

ટોપ ૫ શહેર

 

 

શહેર

સંક્રમિત

મૃત્યુ

મુંબઇ

૩૯,૬૮૬

૧૨૭૯

થાણે

૯૫૮૫

૨૦૦

અમદાવાદ

૧૨,૧૮૦

૮૪૨

ચેન્નાઇ

૧૪,૭૯૯

૧૩૨

પૂણે

૭૯૧૯

૩૨૯

 

સંક્રમિત

        ૬૨,૬૭,૪૦૮

સ્વસ્થ 

        ૨૮,૪૭,૫૪૧

મૃત્યુઆંક      

        ૩,૭૩,૯૬૧

ટોપ ૧૦ દેશ

રાજ્ય

સંક્રમિત

મૃત્યુ

અમેરિકા

૧૮,૩૭,૧૭૦

૧,૦૬,૧૯૫

સ્પેન

૨,૮૬,૫૦૯

૨૭,૧૨૭

યુ.કે.

૨,૭૪,૭૬૨

૩૮,૪૮૯

રશિયા

૪,૦૫,૮૪૩

૪૬૯૩

ઇટાલી

૨,૩૨,૯૯૭

૩૩,૪૧૫

ફ્રાંસ

૧,૮૮,૮૮૨

૨૮,૮૦૨

જર્મની

૧,૮૩,૪૯૪

૮૬૦૫

બ્રાઝીલ

૫,૧૪,૯૯૨

૨૯,૩૪૧

તુર્કી

૧,૬૩,૯૪૨

૪૫૪૦

ઇરાન

૧,૫૧,૪૬૬

૭૭૯૭

 

(12:14 pm IST)