Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

દેશમાં પ્રાઇવેટ સીકયુરીટી ગાર્ડની અછત હવે પ્રોપટીની સુરક્ષા જોખમમાં

લોકડાઉનમાં કારખાના-મોલ-રેસ્ટોરન્ટ-સિનેમા બંધ થવાથી લાખો ગાર્ડસ વતન ચાલ્યા ગયા

મુંબઇ,તા.૧ : દેશભરમાં લોકડાઉન હળવું થઇ રહ્યું છે. ત્યારે ભારતમાં પ્રાઇવેટ સિકયોરિટી ગાર્ડની અછત પેદા થઇ છે. તેમ સેન્ટ્રલ એસોસિયેશન ઓફ પ્રાઇવેટ સિકયોરીટી ઇન્ડસ્ટ્રીઝ (CAPSI) એ જણાવ્યું હતું. દેશમાં કોવિડ-૧૯નું આક્રમણ થયું તે અગાઉ આ ઉદ્યોગમાં ૯૦ લાખ લોકો કામ કરતા હતાં પરંતુ રિટેલ આઉટલેટ્સ, મોલ્સ, રેસટોરન્ટ્સ અને સિનેમા ઘરો બંધ કરવામાં આવતાં ઘણા લોકો તેમના ગામ પાછા જતા રહ્યા છે. ૨૩,૦૦૦ સિકયોરીટી એજન્સી ધરાવતા CAPSIના ચેરમેન કુંવર વિક્રમ સિંઘે જણાવ્યું હતું કે '' અમે કોરોના પછીના સિકયોરીટીઝને લાગતા પડકારો માટે તૈયાર કરી રહ્યા છીએ. દેશભરમાં પ્રાઇવેટ  સિકયોરીટી ગાર્ડની આશરે ૩૫-૪૦ ટકા અછત છે. '' માંગમાં પ્રથમ પ્રવાહ કોર્પોરેટ્સ,  ફેકટરીઓ, હોસ્પિટલ્સ, બાંધકામની સાઇટ્સ અને ખાલી પ્રોપર્ટીઝ તરફથી આવી રહ્યો છે.

ફેકટરીઓ અને કચેરીઓમાં એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટ પર અને અન્ય સ્થાનો પર કોવિડ સંબંધિત ફરજિયાત ચેકિંગની જરૂરીયાતના કારણે ટ્રેઇન ગાર્ડ માટેની માંગ બમણી થઇ ગઇ છે.

નીચા પગારના કારણે સિકયોરિટી ઉદ્યોગમાં હંમેશા જરૂરીયાત કરતાં ઓછો સ્ટાફ જ ઉપલબ્ધ થતો રહ્યો છે. હાલમાં વિવિધ રાજ્યોમાં લઘુત્તમ વેતન ધારા પ્રમાણે સિકયોરિટી ગાર્ડને મહિને રૂ. ૧૫૦૦૦- ૧૬,૦૦૦નો પગાર મળે છે.

એપી સિકયોરીટીઝના સીએમડી અનિલ પુરીએ જણાવ્યું હતું કે કોવિડ ટ્રેઇન લોકો માટેની જરૂરીયાત ઉદ્યોગ પર વધારે દબાણ લાવશે કે જે હાલમાં પણ મેનપાવરની અછતનો સામનો કરી રહ્યો છે. CAPSIના સિંઘે જણાવ્યું હતું કે કોવિડ અગાઉના સમયગાળામાં પણ અછત હતી જ. હવે જ્યારે ઘણા લોકો પોતાના ગામ પરત જઇ રહ્યા છે ત્યારે માંગ અને પુરવઠા વચ્ચેનો ગાળો મોટો થશે. ઘણા ગાર્ડ્ઝ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટના રહેવાસીઓ છે.

સુરક્ષાની સમસ્યા  : પ્રાઇવેટ ગાર્ડની ભારે માંગ

* ૩૫-૪૦%  ખાનગી સિકયોરીટી ગાર્ડ્સની અછત

* ૯૦ લાખ કોવિડ પહેલાં પ્રાઇવેટ સિકયોરીટી બિઝનેશમાં સક્રિય ગાડ્સ

* રૂ. ૧૫,૦૦૦-૧૬૦૦૦ લઘુત્તમ વેતન ધારા પ્રમાણે સિકયોરિટી ગાર્ડનો પગાર

* રિટેલ આઉટલેટ્સ, મોલ્સ, રેસ્ટોરેન્ટ્સ અને સિનેમા ઘરો બંધ કરવામાં આવતાં પ્રાઇવેટ ગાર્ડ્સ ગામ પરત ફર્યા

* કોર્પોરેટ્સ, ફેકટરીઓ, હોસ્પિટલ્સ, બાંધકામની સાઇટ્સ અને ખાલી પ્રોપર્ટીઝમાં પ્રાલવેટ સિકયોરિટીઝની માંગ સૌથી વધુ છે.

* કોવિડ સંબધિત ફરજિયાત ચેકિંગની જરૂરીયાતના કારણે ટ્રેઇન ગાર્ડ માટેની માંગ બમણી થઇ

* કોઇપણ મોટા મોલમાં પાર્કિંગ સ્થળોએ અને એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટ્સમાં આશરે ૩૫૦-૪૦૦ ગાર્ડ્ઝની જરૂરીયાત રહેશે

(11:44 am IST)