Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા ૬૨,૬૭,૦૦૦થી વધુ : મૃત્યુઆંક ૩,૭૩,૯૬૧

અમેરિકા અને બ્રાઝીલમાં સ્થિતિ ગંભીર : સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો

વોશિંગ્ટન તા. ૧ : વિશ્વમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા ૬૨,૬૭,૩૩૮એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૩,૭૩,૯૬૧ થઇ છે તેમજ ૨૮,૪૭,૫૨૮ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકા અને બ્રાઝીલ બંને મહામારીથી લડી રહ્યા છે પરંતુ એકબીજાની મદદ કરી રહ્યા છે. ખાડી દેશ કતારમાં કેસ તેજીથી વધી રહ્યા છે. ૨૪ કલાકમાં કતારમાં ૧૬૪૮ કેસ સામે આવ્યા છે. દરમિયાન ૪૪૫૧ લોકો સ્વસ્થ થયા છે. ખાડીના આ દેશમાં કુલ ૫૬,૯૧૦ સંક્રમિત થયા છે તેમજ કુલ ૩૮ના મોત થયા છે.

તેજીથી વધતા કેસ અને ડોકટરોની ચેતવણી છતાંય બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી દીધી છે. સંક્રમણનો ખતરો ખૂબ જ તેજીથી વધી રહ્યો છે. રવિવારે ત્યાં ૨૫૪૫ કેસ નોંધાયા ૪૦ના મોત થયા છે.

બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ૫ લાખને પાર પહોંચી છે તેમજ કુલ ૨૯,૩૪૧ના મોત થયા છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા ૪,૦૫,૮૪૩ થઇ છે અને ૪૬૯૩ના મોત થયા છે.

(11:43 am IST)