Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

માણસો ગામ તરફ.. વગડાના જીવો શહેર તરફ

નવી દિલ્હી, તા.૧: કોરોનાની આફત વેળા એ શહેરમાંથી પલાયન કરતાં હજારો લોકો સૌએ જોયાં. ગ્રામ્ય જીવન છોડી આજ માણસોએ શહેરીકરણ ને અપનાવવા દોટ મુકી ત્યારે પશુ પંખીઓ પલાયન થવા માંડ્યા. જયારે માણસ ગામ તરફ ભાગ્યા ત્યારે વગડામાં રહેતા પશુ પક્ષીઓ શહેરમાં દેખાવા માંડયા.

વધતી વસ્તી અને શહેર માં ભળતાં ગામડાં થી વન વગડામાં ફરતાં જીવો પર માઠી અસર પડી રહી છે. કોરોનાની મહામારી અને ડરને કારણે લોકડાઉન જાહેર થયું એટલે બે મહિનાથી માણસો કામ સિવાય માર્ગો પર દેખાતા નથી.

ઘરમાંજ પુરાઈ રહેતા ખેતરો, જંગલો અને નદીના ભેખડો માં ફરતાં જીવો શહેરના માર્ગો પર દેખાવા માંડ્યા છે. અબોલ પશુ પંખીઓ માટે ચણ,ખોરાક, પાણી જે જગ્યાએ મુકવામાં આવે છે. એ સ્થળો પર પાણી ખોરાકની શોધમાં વગડામાં રહેતા પશુ પક્ષીઓ પણ ભુખ તરસ છીપાવી જાય છે.

(11:42 am IST)