Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કેન્દ્રિય ગૃહ મંત્રી તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરતા અમિતભાઇ શાહ

સરદાર વલ્લભભાઇ પટેલનું અખંડ ભારતનું સ્વપ્નપૂર્ણ કરતા અમિતભાઇ : સંગઠનની જવાબદારી સુપેરે પાર પાડયા બાદ હવે સરકારમાં યોગદાન : ગૃહ મંત્રાલય સંભાળ્યાને માત્ર ૬૭ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવી : નરેન્દ્રભાઇને સતત બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડવામાં અમિતભાઇનો સિંહ ફાળો : આધુનિક રાજકીય આલમના ચાણકય એટલે જ અમિતભાઇ શાહ : હાર નહિ માનુંગા... હાર નહિ ઠાનુંગા

કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ભાજપના અભુતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ આજે એટલે કે ૧ લી જુન ૨૦૨૦ના રોજ દેશના યશસ્વી ગૃહ મંત્રી તરીકે સફળતા પૂર્વક ૧ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના ઐતિહાસિક પરિણામ બાદ ૩૦ મી મે ૨૦૧૯ના રોજ મોદી તથા  અમિતભાઈ સહીત ૫૮ પ્રધાનોએ શપથ લીધા અને બીજા દિવસે એટલે કે ૧ લે જુન ૨૦૧૯ના રોજ મોદી સરકારના મંત્રી મંડળના ખાતાની ફાળવણી જાહેર થઇ જેમાં ભાજપ અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહને અપેક્ષા મુજબ જ  દેશના નવા ગૃહ મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ.

પ્રથમ દિવસે જ ગૃહ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યોનોર્થ બ્લોક ખાતે ઓફીસની બહાર ભવ્ય સ્વાગત કરાયું.. જવાબદારી સંભાળતાની સાથેજ પોતા ઉપર આવડો મોટો વિશ્વાસ મુકવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આભાર માની કહ્યું હતું કે દેશની સુરક્ષા અને દેશવાસીઓના હિતકારી કાર્યો પૂર્ણ કરવાના દરેક શકય પ્રયાસ કરશે..  ત્યાર બાદ એકશન  મોડમાં આવ્યા હતા અમિતભાઈ

અમિતભાઈનુ મિશન હતું જમ્મુ-કાશ્મીર..આંતકવાદનો ખાત્મો...કલમ ૩૭૦ હટાવવી અને નકસલવાદને કોઈ પણ ભોગેનાથવો ..પ્રથમ દિવસથી જ કામે લાગ્યા..જમ્મુ- કાશ્મીરના રાજયપાલ

સત્યપાલ મલિકને મળી પરીસ્થીતીનો તાગ મેળવ્યો તેમજ મંત્રાલયના વરિષ્ટ અધિકારીયોની એક બેઠક બોલાવી જેમાં કાશ્મીર મુદ્દે ઝીણવટ ભરી ચર્ચા કરી..  માત્ર ૯૬ કલાકમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા (NIA) દ્વારા કાશ્મીર ખીણમાં ટેરર ફંડિંગ કેસમાં સકંજો મજબુત બનાવી ૩ મુખ્ય અલગતાવાદીના મુખ્ય શબ્બીર શાહ, મસરત આલમ અને આશિયાની ધરપકડ કરી ફફડાટ મચાવ્યો, ત્યાર બાદ પશ્યિમ બંગાળમાં તબીબો સાથે મારા મારીના મામલે રાજકીય હિંસાનો  છેલ્લા ૩ વર્ષનો રીપોર્ટ આપવા મમતા સરકારને કર્યો આદેશ... 

પ્રથમ અઠવાડિયામાં જ કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કેબીનેટ સમીતી ઓની પુનઃ રચના કરી અને આ તમામે તમામ સમીતી ઓમાં અમિતભાઈને સભ્ય બનાવવામાં આવ્યા એજ બતાવે છે મંત્રી મંડળમાં અમિતભાઈનુ કેટલું મહત્વ છે.

અમિતભાઈ એ ગુજરાતના  ગૃહ મંત્રી તરીકે સુપેરે કામગીરી નિભાવી હતી.. એટલુજ નહિ એક સમયે તેમની પાસે ઘર, કાયદો અને ન્યાય, જેલ, સહીતના ૧૨ વિભાગોની જવાબદારી હતી એટલે હવે એ અનુભવ અમિતભાઈને દિલ્હીમાં કામ લાગી રહ્યો હતો.

જુલાઈ ૨૦૧૦માં ગુજરાતના ગૃહ મંત્રી પદ ઉપર થી રાજીનામું આપ્યા બાદ ૧લી જુન ૨૦૧૯ના રોજ એટલે કે આશરે નવ વર્ષ બાદ દેશના ગૃહ મંત્રી બન્યા પરંતુ આ નવ વર્ષનો સમય ગાળા દરમ્યાન અમિતભાઈ પક્ષના સંગઠન માટે રાત દિવસ જોયા વગર કામે લાગ્યા હતા...૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને વિજયી બનાવવા મોટા ભાગના રાજયોના ખૂણે ખૂણે ફરી વળ્યા હતા.

૨૦૧૪ની અભુતપૂર્વ જીત બાદ પણ અમિતભાઈના નેતૃત્વ હેઠળ BJP એ મહારાષ્ટ્ર,હરિયાણા,જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સફળતા હાંસલ કરી એટલુજ નહિ, પક્ષનો વિજય રથ ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ અને ગુજરાતમાં પણ આગળ ધપાવ્યો એટલુજ નહિ મણીપુરમાં પણ પાર્ટીની એન્ટ્રી કરાવી.. આ સમયમાં કયાંક હારનો પણ સામનો કરવો પડયો આમ છતાં ૨૦૧૯ની લોક સભાની ચૂંટણી માટે તનતોડ મેહનત કરી વિપરીત સંજોગોમાં પણ એમને જીતનો આત્મવિશ્વાસ હતો અને તેમણે ચૂંટણી પેહલા ૧૮ મી મેંના રોજ  પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું હતું કે ભાજપ ૩૦૦ થી વધુ સીટ ઉપર વિજય મેળવશે અને ખરેખર ૨૩મી મેના રોજ પરિણામ આવ્યું... ભાજપને  ૩૦૩ બેઠક પર વિજય મળ્યો અને સાથી પક્ષો સહીત ૩૫૨ બેઠક મેળવી ઇતિહાસ સજર્યો... લોકસભાની બંને ચૂંટણીમાં ભાજપે મેળવેલા વિજયે  અમિતભાઈને  ભાજપના સૌથી સફળ અધ્યક્ષ બનાવી દીધા.. એટલુજ નહિ  આધુનિક રાજકીય આલમના ચાણકયની ઉપમા પણ આપી.. નરેન્દ્રભાઈને ૨ વખત સત્તાના શિખર સુધી પોહોચાડવામાંમાં અમિતભાઈનો સિંહફાળો રહ્યો છે.

સમયની સાથે સાથે અમિતભાઈ ગઠબંધનમાં માસ્ટર બનતા ગયા પછી તે ચૂંટણી પેહલાનુ હોઈ કે હોઈ ચૂંટણી પછીનુ.. કહેવાય છે કે અમિતભાઈ એક સમયે વાજપાયેજી તથા BJP અગ્રણીઓના પોસ્ટર લગાડતા હતા અને હવે આજે પોતે પક્ષના પોસ્ટર બોય બની ગયા છે.

આજે મોદી સરકારમાં નંબર ૨નુ સ્થાન ધરાવતા અમિતભાઈ માટે કહેવાય છે કે તેઓ ન તો દોસ્તોને ભૂલે છે.... કેના તો દુશ્મનોને ભૂલે છે... કાશ્મીર મુદ્દે અમિતભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની કડકનીતિને અનુસરવા સજ્જ બન્યાનુ જણાતું હતું. અમિતભાઈએ ગૃહ મંત્રીનો પદ સાંભળ્યા બાદ માત્ર ૬૬ દિવસમાં ભાજપે ચૂંટણીમાં આપેલ વચન પાળીને બતાવ્યું.

૬ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થી કલમ ૩૭૦ અને  કલમ ૩૫ એ હટાવીને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખને અલગ સંઘ પ્રદેશ બનાવી ઇતિહાસ સજર્યો...૭૦ વર્ષની સમસ્યાનો અંત આવ્યો સંસદમાં આ સમયે અમિતભાઈનો જોમ અને જુસ્સો તેમના  સંબોધન ઉપર થી જ જણાયો..સંગઠનમાં ધીરજ થી કામ લેનાર અમિતભાઈનુ આક્રમક રૂપ જોવા મળ્યું આ વેળાએ કેટલાએ રાજકી અગ્રણી અને વિવેચકો એ અમિતભાઈને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા... ૩૭૦ની કલમ બાદ રામ મંદિર જન્મસ્થળ વિવાદનો પણ અંત આવ્યો એટલુજ નહિ દેશમાંનાગરિકતા સંસોધન કાયદા લાવવા તરફ પણ આગળ ધપ્યા.

ગૃહ મંત્રીની જવાબદારી સાથે સાથે અમિતભાઈ  પર રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી પણ એટલાજ ખંત થી નિભાવી રહ્યા હતા.. જે તે રાજયોની વિધાન સભાની ચૂંટણી માટે પણ એટલોજ સમય ફાળવતા હતા.. દેશના કયાં રાજયમાં ભાજપની સરકાર નથી?

એના માટે શું કરવું જોઈએ ..? બસ આવાજ સવાલો પોતે જ કરી જવાબ મેળવવા રાત દિવસ લાગી પડતા... રેલીઓ...રોડ શો.. કયાય પાછાના પડતા ... પરંતુ આગળ જતા કામનુ ભારણ વધતા જાન્યુઅઆરી ૨૦૨૦ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી જે.પી.નડ્ડાને સોંપી પોતાનું સમગ્ર ધ્યાન ગૃહ મંત્રીની જવાબદારી ઉપર કેન્દ્રિત કર્યું.

સતત વ્યસ્ત રેહતા હોવા છતાં દેશના કોઈ પણ ધર્મનો તહેવાર હોય ત્યારે શુભેચ્છા ઓ આપવાનું ચુકે નહિ.. ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન આપવાનું ભૂલે નહિ.. શહીદ દિવસ હોઈ કે  હોય કોઈની મૃત્યુ તિથી અચૂક શ્રધ્ધાંજલી આપે જ.  

આતંકવાદ હોય કે હોય અમ્ફાલ... નકસલવાદ હોય કે હોય કોરોનાનો કહેર .. દરેક સ્થીતીમાં અમિતભાઈ સતત અગ્રેસર જોવા મળ્યા છે કહેવાય છે કે સવારે ૧૦ પહેલા ઓફિસે પહોંચી જાય છે અને રાત્રે અનેક વખત ૧૦ વાગ્યા સુધી ઓફીસમાં જોવા મળ્યા છે અમિતભાઈ.. બપોરનુ લંચ પણ ઓફીસમાં જ લે છે અને રજાના દિવસે પણ ઓફિસે પહોચી  કાર્યો આગળ ધપાવે છે. 

હાલમાં દેશ જયારે કોરોનાની મહામારી સાથે વ્યસ્ત છે ત્યારે ગૃહ મંત્રી અમિતભાઈ એ જમ્મુ કાશ્મીરમાં સાફ સફાઈનુ કામ ચાલુ રાખ્યું છે... સાહસભર્યો નિર્ણય લીધો .... જેમાં ૫ લાખ હિંદુ અને સીખ પરિવારને જમ્મુ કાશ્મીરના મૂળ નિવાસી જાહેર કર્યા એટલુજ નહિ મેહબૂબા મુફતી, ફારુખ અબુલ્લા, તથા ઉમર અબ્દુલ્લા સહીતનાઓના અનાવશ્યક ભથ્થા તેમજ અન્ય સરકારી સુવિધાઓનો લાભ બંધ કર્યો...                સંઘના આ કાર્યકર, અધિકારી ઓમાં કડક છાપ ધરાવે છે  શાંત અને સરળ પરંતુ સાથે સાથે ધીર ગંભીર સ્વભાવ ધરાવતા અમિતભાઈને આજે પણ પોતાના હોદ્દાનુ  જરા પણ અભિમાન નથી ..તેઓ વારંવાર કહે છે કે મારા જીવનમાંથી ભાજપને બાદ કરી દેવામાં આવે તો શૂન્ય જ બચશે, હું જે કઈ અહીં શીખ્યો છુ અને દેશને આપ્યું છે તે બધું ભાજપનુ જ છે  ...આજે અમિતભાઈ કુશળતા પૂર્વક ગૃહ મંત્રી તરીકે એક વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આ વેળા એ દેશની લાખો જનતા તેમના ઉપર શુભેચ્છા વર્ષા કરી રહી છે.

(11:41 am IST)