Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

૨૪ કલાકમાં ૮૩૯૨ નવા કેસઃ ૨૩૦ લોકોના મોત

દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૧,૯૦,૫૩૫ કુલ મૃત્યુઆંક ૫૩૯૪

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧ લાખ ૯૦ હજાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર હાલ દેશમાં કોવિડ-૧૯ દર્દીઓના મામલા ૧,૯૦,૫૩૫ થઈ ગયા છે તો અત્યાર સુધીમાં ૫૩૯૪ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૯૨ જેટલા રેકર્ડબ્રેક કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૬૭૬૫૫ પોઝીટીવ કેસ બહાર આવ્યા છે. જેમાંથી ૩૬૦૪૦ દર્દીઓનો ઈલાજ ચાલુ છે જ્યારે ૨૯૩૨૯ દર્દીઓ સાજા થયા છે, ત્યાં ૨૨૮૬ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં ૧૯૮૪૪ કુલ કેસ છે. જેમાંથી ૧૦૮૯૩ સક્રિય દર્દીઓ છે. ૮૪૭૮ સાજા થયા છે અને ૪૭૩ લોકોના મોત થયા છે. મ.પ્રદેશમાં ૮૦૮૯ કેસમાં ૨૮૯૭ સક્રિય દર્દીઓ છે. જેમાંથી ૪૮૪૨ સાજા થયા છે અને ૩૫૦ના મોત થયા છે.  ગુજરાતમાં ૧૬૭૭૯ કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યા ૧૦૩૮ની થઈ છે. યુપીમાં ૭૮૨૩ કેસ છે અને ૨૧૩ લોકોના મોત થયા છે. તામીલનાડુમાં ૨૨૩૩૩ કોરોના કેસ છે જેમાંથી ૯૪૦૩ સક્રિય દર્દીઓ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૯૩ના મોત થયા છે.

(10:57 am IST)