Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

આમઆદમીને ઝટકો : ગૃહિણીમાં દેકારો

નવી દિલ્હી તા. ૧ : કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે લોકડાઉન ૫.૦ના પ્રથમ દિવસે જ ઝાટકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વગર સબસિડીવાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારાનું એલાન કરવામાં આવ્યું છે. ૧૪.૨ કિગ્રાવાળા સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૧.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘુ થઇ ગયું છે. હવે નવી કિંમતો વધીને ૫૯૩ રૂપિયા આવી ગઈ છે. બીજી બાજુ ૧૯ કિગ્રાવાળા સિલિન્ડરનો ભાવ ૧૧૦ રૂપિયા વધીને ૧૧૩૯.૫૦ રૂપિયા થઇ ગયો છે.

ઇન્ડિયન ઓઇલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં જૂન મહિના માટે રસોઈની ગેસની કિંમત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં વધારાના કારણે દિલ્હીમાં રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધારવામાં આવ્યો છે. જોકે તેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી પ્રભાવિત થશે નહી. કારણકે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૩૦ જૂન સુધી તેને ફ્રીમાં સિલિન્ડર આપવામાં આવશે.

અન્ય શહેરોમાં પણ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધારો કરવામાં આવ્યો છે. કલકત્તામાં તે ૩૧.૫૦ રૂપિયા મુંબઈમાં ૧૧.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૩૭ રૂપિયા મોંઘો થયો છે, હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેમાં ઉપયોગ થનારા ૧૯ કિગ્રાના રસોઈ ગેસની કિંમત ૧૦૦ રૂપિયાથી વધુ છે. દિલ્હીમાં તેની કિંમત ૧૧૦ રૂપિયા વધીને ૧૧૩૯.૫૦ઙ્ગ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૯.૫૦ રૂપિયા વધીને ૧૨૫૪ રૂપિયા થયો છે.

(10:56 am IST)