Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

સાવધાની... સુરક્ષા... સોશ્યલ ડિસ્ટન્સીંગના સહારે

દેશ દોડવા લાગ્યોઃ ઈકોનોમી ધમધમીઃ લોકોને રાહત

આજથી દેશમાં 'અનલોક ૧.૦'નો પ્રારંભઃ ટ્રેનો-બસોનો વ્યવહાર શરૃઃ દુકાનો-બજારો-કારખાના વગેરેમાં ધમધમાટઃ ઓફિસો-બેન્કો પૂર્ણ સ્વરૂપે ખુલીઃ ૯૫ ટકા જેટલી આર્થિક પ્રવૃતિ શરૂ થઈ ગઈઃ રાત્રે ૯ થી સવારે ૫ સુધી સંચારબંધીઃ ૮મીથી મંદિરો, મલ્ટિપ્લેકસ, મોલ્સ, વગેરે ખુલશે

નવી દિલ્હી, તા. ૧ :. ૬૮ દિવસના લોકડાઉન બાદ આજથી ૯૫ ટકા દેશ પુનઃ દોડવા લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર આજથી મોટાભાગની આર્થિક પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. આજથી 'અનલોક ૧.૦'નો પ્રારંભ થયો છે. એ સાથે જ દેશભરમાં સુરક્ષા, સાવધાની, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે બજારો, દુકાનો, સરકારી ઓફિસો, બેન્કો, પ્રાઈવેટ કંપનીઓ, ટ્રેનો, બસ સેવા વગેરેનો પ્રારંભ થઈ ગયો છે. ૮મીથી મોલ, મંદિરો અને મલ્ટીપ્લેકસ ખુલી જશે. કોરોના વકરે નહિ તે માટે રાત્રે ૯ થી સવારે ૫ સુધી સંચારબંધી ચાલુ રહેશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં ૩૦ જૂન સુધી નિયંત્રણો રહેશે. સ્કૂલ, કોલેજો હજુ બંધ જ રહેશે. આજથી આંતરરાજ્ય વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો છે. આજથી મોટાભાગની છૂટછાટો સાથે આર્થિક પ્રવૃતિ શરૂ થતા લોકોને રાહત થઈ છે. આજથી જ બજારો સાંજે ૭ સુધી ખુલી રહેશે. કોરોના વાયરસને હરાવવાની નેમ સાથે સરકાર અને લોકોએ આજથી પુનઃ પોતાનુ કામકાજ શરૂ કરી દીધુ છે.

દેશમાં આજથી અનલોક ૧ (Unlock ૧)નો અમલ થઈ રહ્યો છે. જેમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે. સૌથી જરૂરી એ છે કે આ રાહત વચ્ચે પણ યાદ રાખવું જરૂરી છે કે કોરોનાનું જોખમ હજુ ટળ્યું નથી. આથી સાવચેત રહેવું ખુબ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ ૧૯ સામેના યુદ્ઘમાં કોઈ પણ શિથિલતા પ્રદર્શિત કરનારા લોકોને સાવધ કર્યા અને તેમને વધુ સતર્કતા તથા સાવધાની રાખવાનું પણ કહ્યું. તેમણે કહ્યું કે બેદરકારી કે ઢીલું વલણ કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.

આજથી આ ફેરફાર લાગુ

- દેશમાં અનલોક ૧ લાગુ થઈ જશે

- હવે દેશમાં તમે ગમે ત્યાં જઈ શકો છો.

- દેશમાં આજથી ૨૦૦ નોન એસી ટ્રેનો શરૂ થઈ રહી છે.

- ૨૦ રાજયોમાં વન નેશન વન રાશનકાર્ડ માન્ય થશે

- યુપી રોડવેઝની બસો રસ્તાઓ પર દોડવા લાગશે.

કેન્દ્ર સરકારે શનિવારે અનલોક ૧દ્ગક માર્ગદર્શિકા જાહેર કરી હતી. લોકડાઉન ૫.૦દ્ગચ અનલોક ૧ નામ આપવામાં આવ્યું છે. ૩૦ જૂન સુધી રહેનારા લોકડાઉનને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકા મુજબ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે લોકડાઉનને ખતમ કરવામાં આવશે. દેશમાં કયાય પણ અવરજવર પર રોક રહેશે નહીં. ૮ જૂનથી દેશમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે. પરંતુ રાતે ૯ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ રહેશે. સરકારે લોકોને રાહત આપતા પહેલા જ તબક્કામાં શોપિંગ મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ ખોલવાની મંજૂરી આપી છે.

બીજા તબક્કામાં શાળા કોલેજો ખોલવા પર રાજય સરકારો વિચાર કરશે. મેટ્રો, રેલવે અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર ત્રીજા તબક્કામાં જ નિર્ણય લેવાશે. હાલ થિયેટરો, જિમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. પરંતુ ત્રીજા તબક્કામાં તેને ખોલવા પર નિર્ણય લઈ શકાય છે. ખાસ વાત એ છે કે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર બધુ જ બંધ રહેશે. પરંતુ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે બધુ ખોલવામાં આવશે.

ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ બાદ યુપી સરકારે પોતાના રાજય માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુપીમાં બજાર સવારે ૯થી રાતે ૯ વાગ્યા સુધી ખુલશે. સલૂન અને બ્યુટીપાર્લર ખોલવાની પણ મંજૂરી અપાઈ છે. રાજયમાં રોડવેઝની બસો આજથી દોડશે. તમામ સરકારી ઓફિસોમાં ૧૦૦ ટકા હાજરી રહેશે. શાળા અને કોલેજો જુલાઈ ૨૦૨૦દ્મક ખોલવામાં આવી શકે છે. પોતાની ગાડીઓથી ફરનારા લોકોએ આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. પાર્ક સવારે અને સાંજે ૫દ્મક ૮ વાગ્યાથી ખોલવામાં આવશે. દ્વિચક્કી વાહનો પર માસ્ક લગાવીને ૨ લોકો મુસાફરી કરી શકે છે. ખેલ પરિસરમાં અને સ્ટેડિયમમાં દર્શકો વગર ખોલવાની મંજૂરી અપાઈ છે.

રેલવેમાં ફેરફાર

૧ જૂનથી ૨૦૦ ટ્રેનોની શરૂઆત થઈ રહી છે. પહેલા દિવસે ૧૪૫૦૦૦ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યાં છે. આખા મહિનામાં ૩૦ દિવસમાં ૨૬,૦૦,૦૦૦ મુસાફરોએ ટિકિટ બુક કરાવી છે. આરએસી ટિકિટ મેળવનારા પણ મુસાફરી કરી શકશે. વેઈટિંગ લિસ્ટ બહાર તો પડશે પરંતુ ટ્રેનના સમય પહેલા જો ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તેઓ મુસાફરી કરી શકશે નહીં.

ગુજરાતમાં પણ માર્ગદર્શિકા જાહેર

તારીખ ૧ જૂનથી ૩૦જ્રાક જૂન સુધી લોકડાઉનનો સમયગાળો વધારાયો છે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત વસ્તુઓ તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવે છે.

ગુજરાત સરકાર જિલ્લાવાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની જાહેરાત કરશે. આ યાદી સમયાંતરે અપડેટ થતી રહેશે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજયમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.

રિજયોનલને બદલે સમગ્ર રાજયમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે. સમગ્ર રાજયમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ઘતિ સંપૂર્ણ બંધ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યકિતને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત  મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્ત્।ા ત્રણ વ્યકિત મુસાફરી કરી શકશે સમગ્ર રાજયમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજડ શરૂ થશ.ે

૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજયભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજડ કામ કરતી થઈ જશે . હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮જ્રાક જૂન સુધી ચાલુ નહીં થાય.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજયના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે

શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ કલાસિસ, ટયૂશન કલાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે. લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર. સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે. કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરેમાસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, ૬૫ વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, દ્યર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ

૮ જૂનથી શેમાં મળશે છૂટછાટ?

ગાઈડલાઈન્સ મુજબ આ વસ્તુઓમાં છૂટછાટ મળશે

રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, હોટલ, કલબ, મોલ્સ, મોલ્સની દુકાનો, રીટેલ શોપ, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ધાર્મિક સ્થળો, (મોટા પાયે લોકોના જમાવડા ન થવા જોઈએ), ફેરિયાઓને છૂટ, ચાની કીટલીઓ, પાનની દુકાનો (ફકત દ્યરે લઈ જવા માટે), પરમીટ હોલ્ડર દારૂની દુકાનો ખુલશે. સલૂન, પાર્લર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, લાઈબ્રેરી (૬૦ ટકા કેપેસિટી સાથે), જીએસઆરટીસી બસો દોડશે, ૫૦ ટકા કેપેસીટી સાથે અમદાવાદમાં (કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર) અન્ય વિસ્તારોમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર ૬૦ ટકા કેપેસિટી સાથે, કુલ ૩ લોકોની મંજૂરી સાથે રિક્ષાઓ, ટેકસીઓ, વગેરેમાં છૂટ મળશે.

શું બંધ રહેશે

શિક્ષણ સંસ્થાઓ, જીમ, થિયેટરો, મલ્ટીપ્લેકસ, લોકોના જમાવડા, ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજન, સ્વિમિંગ પૂલ, પાર્ક, ઝૂ, વોટર પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્ક, આર્કિયોલોજિકલ સાઈટ્સ, બીચ, જાહેર સ્થળો બંધ રહેશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ લોકડાઉન ૩૦ જૂન સુધી લંબાવવા દરમિયાન નોન કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં સરકાર દ્વારા અપાયેલી છૂટછા અંગે કહ્યું કે લોકોએ નવું જીવન શરૂ કરતા સાવધાની રાખવી જોઈએ. રાજય સરકારે મોટી રાહત આપતા સવારની સેર અને સાઈકલિંગ જેવી શારીરિક ગતિવિધિઓ માટે મંજૂરી આપી છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજયા છે. જયાં અત્યાર સુધી ૬૮,૧૬૮ કેસ સામે આવ્યાં છે અને ૨૧૯૭ લોકોએ જીવ ગુમાવ્યાં છે(૨-૩)

 

(10:31 am IST)