Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

લો બોલો ! ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત કેબિનેટના તમામ મંત્રીઓ હોમ કવોરન્ટાઇન

કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા

 દેહરાદુન તા. ૧ : ઉતરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ બાદ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત સહિત તેમનું સમગ્ર કેબિનેટ હોમ કવોરન્ટાઇન થઇ ગયું છે. કારણ કે એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા.

કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા જ તેમની પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

સતપાલ મહારાજનાં ઘરે કામ કરનારા ૧૭ લોકોનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં જોયા હતા.

(12:07 pm IST)