Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

હવે ફ્લાઇટ ઉપાડતા પહેલાં ક્રૂ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ : એર ઇન્ડિયાનો નિર્ણંય

ફ્લાઈટનો પાયલોટ સંક્રમિત માલુમ પડ્યા બાદ મહત્વની જાહેરાત

નવી દિલ્હીઃ એર ઇન્ડીયાએ પોતાનાં પાયલટ અને ચાલક દળનાં સભ્યો માટે એ ફરજિયાત કરી દીધું છે કે, ‘ઉડાણ ભરતા પહેલાં તેમની કોવિડ-19 નાં તપાસનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ.’ એક ઓફિશીયલ નિવેદન દ્વારા આ જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે શનિવારનાં રોજ દિલ્હીથી માસ્કો માટે એર ઇન્ડીયાની એક ફ્લાઇટનો એક પાયલટ કોરોના સંક્રમિત થવાને વિશે હવાઈ બંદરનાં કર્મચારીઓને ખ્યાલ આવ્યાં બાદ વિમાનને વચ્ચોવચ જ તેને પરત આવવાનું કહી દેવામાં આવ્યું. જો કે વિમાનમાં કોઇ જ યાત્રી સવાર ન હોતાં.

પાયલટની કોવિડ-19 ની તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ મેડિકલ રિપોર્ટની તપાસ કરવાવાળી એક ટીમથી ભૂલ થઇ ગઇ અને તેને ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યો. એર ઇન્ડીયાનાં કાર્યકારી નિર્દેશક, કેપ્ટન આરએસ સંઘૂએ એક પરિપત્રમાં જણાવ્યું કે, ‘એરલાઇન દ્વારા કોવિડ-19ની તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ એક નવી કાર્યપ્રણાલી છે અને કાર્યાલયમાં કર્મચારીઓની ઉણપ છે. એવામાં આ વિષયમાં ભૂલ થવાની આશંકા છે.

તેઓએ કહ્યું કે, ‘આ તપાસનો પ્રાથમિક ઉદ્દેશ્ય ચાલક દળનાં સભ્યોની વચ્ચે કોરોના વાયરસ સંક્રમણનાં ખતરાને ઓછો કરવાનો છે. તપાસ કાર્યની દેખરેખ કરવા અને ચાલક દળનાં સભ્યોની ડ્યૂટી લગાવનાર કર્મીઓ દ્વારા એ સુનિશ્ચિત કરવાની તમામ કોશિશ કરવામાં આવશે કે કોઇ ફ્લાઇટ માટે ચાલક દળનાં સભ્યોને ફ્લાઇટ માટે મોકલતા પહેલાં કોવિડ-19 તાપસ રિપોર્ટ જોવામાં આવશે.’ જો કે, સંઘૂએ કહ્યું કે, આ જરૂરી છે કે ચાલક દળનાં પ્રત્યેક સભ્ય પણ પોતાની તપાસનાં કારણોને સારી રીતે જુએ અને તેની ફરીથી પુષ્ટિ કરે.’

તેઓએ એ વાતની પણ રજૂઆત કરી, ‘આ વિષયમાં કોઇ પણ પ્રકારની ભૂલ થવાંથી ન તો માત્ર ફ્લાઇટો પ્રતિકૂળ રૂપથી પ્રભાવિત થશે અને એરલાઇનની છબી ખરાબ થશે, પરંતુ આ પ્રકારની ગેર જવાબદારીવાળી હરકતથી ચાલક દળનાં અન્ય સભ્ય પણ આ રોગની ઝપેટમાં આવી જશે.’ શનિવારની ઘટનાને વિશે બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, ચાલક દળનાં સભ્યોની કોરોના વાયરસનો તપાસ રિપોર્ટ કરનારા અધિકારીઓ દ્વારા આ ભૂલ થઇ હતી.

(12:00 am IST)