Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કાલથી દેશભરમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે : 26 લાખ મુસાફરોએ 30 જૂન સુધી કરાવ્યું બુકિંગ

પહેલાં જ દિવસે 1.45 લાખથી વધારે લોકો મુસાફરી કરશે

નવી દિલ્હી : દેશમાં સોમવારેથી 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે. તેમાં એસી અને નોન એસી ટ્રેનો સામેલ છે. રેલવે પ્રમાણે પહેલાં જ દિવસે 1.45 લાખથી વધારે મુસાફરો મુસાફરી કરશે. રેલવેનું કહેવું છે કે, લગભગ 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી સ્પેશ્યલ ટ્રેનમાં મુસાફરી માટે બુકિંગ કરાવી છે. રેલવેએ મુસાફરો માટે કેટલાક દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. મુસાફરોએ પ્રસ્થાન સમયથી 90 મીનિટ પહેલાં સ્ટેશન પહોંચવું પડશે.

જે લોકો પાસે કન્ફર્મ-આરએસી ટીકિટ હશે માત્ર તેમને જ સ્ટેશનમાં જવા અને ટ્રેનમાં બેસવાની મંજુરી આપવામાં આવશે. મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. જ્યારે મોબાઈલ આરોગ્ય સેતુ એપ પણ રાખવી પડશે. મુસાફરોને ફરજિયાત મેડિકલ તપાસ કરાવવી પડશે. માત્ર લક્ષણો વગરના મુસાફરો જ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજુરી આપવામાં આવશે.

(12:00 am IST)