Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરતા બે અધિકારીઓ જાસૂસીના આરોપમાં ઝડપાયા

બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે.

નવી દિલ્હી:પાકિસ્તાન  હાઈકમિશનના બે અધિકારીઓને દિલ્હીમાં જાસૂસીના આરોપમાં ઝડપવામાં આવ્યા છે. તેનું નામ આબિદ હુસેન અને તાહિર હુસૈન છે. બંન્ને પાકિસ્તાન હાઈ કમિશનના વિઝા સેક્શનમાં કામ કરે છે.

. તેઓ દિલ્હીના માર્ગો ફરી રહ્યાં હતા અને જાસૂસી કરતા હતા પરંતુ પોતાને ભારતીય ઓળખાવતા હતા.

ભારત સરકારે બંન્નેને પર્સન નોન-ગ્રેટા ઘોષિત કરશે. જે બાદ 48 કલાકની અંદર તેમણે પરત જવું પડશે. આવું પહેલીવાર નથી કે પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આ પ્રકારની હરકત કરી હોય આ પહેલાં પણ 2016માં આ પ્રકારની ઘટના સામે આવી હતી.

(12:00 am IST)